શોધખોળ કરો

Gujarat Rain: ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી,જાણો હવામાન વિભાગે શું કહ્યું ? 

રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેજો. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગાંધીનગર: રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેજો. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં  છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી  છે. હાલ તો રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી જેથી ભારે વરસાદની શક્યતા નહીવત છે. રાજ્યમાં અત્યાર સુધી 93 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  સૌરાષ્ટ્ર અને  દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. 

અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા

હવામાન વિભાગની આગાહી અનુસાર,  સુરત,નવસારી, ડાંગ,  તાપી,  ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ અને દાહોદમાં વરસાદ વરસી શકે છે. આ સિવાય સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ મહેસાણા  અને ગાંધીનગરમાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.  સૌરાષ્ટ્રમાં રાજકોટ,ગીર સોમનાથ, જૂનાગઢ,  અમરેલી અને પોરબંદરમાં વરસાદની શક્યતા છે. 

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી સામાન્ય વરસાદ વરસી શકે છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 5 દિવસ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવવાની સંભાવના પણ છે. જેના કારણે આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.  

Gujarat Rain: ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી,જાણો હવામાન વિભાગે શું કહ્યું ? 

દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ 

 સમગ્ર દેશમાં મેઘરાજા વિરામ બાદ ફરી  એન્ટ્રી કરી શકે છે. IMDએ દેશમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે દેશના અલગ-અલગ વિસ્તારો માટે વરસાદની શક્યતાને લઈ જાણકારી આપી છે. હવામાન વિભાગ દ્વારા આજે ​​અને આવતીકાલે ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત દેશમાં ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, સિક્કિમ, સબ હિમાલયન અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્રારા વ્યક્ત કરવામાં આવી છે. આ રીતે વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે. 

આગામી ચાર દિવસ પૂર્વોત્તર ભારતમાં હળવો વરસાદ પડી શકે

હવામાન વિભાગે વધુ અપડેટ આપતાં જણાવ્યુ કે, આગામી ચાર દિવસ પૂર્વોત્તર ભારતમાં હળવો વરસાદ પડી શકે છે.  16 ઓગસ્ટથી પૂર્વ અને મધ્ય ભારતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઓડિશામાં 15 અને 16 ઓગસ્ટે વરસાદની સંભાવના છે. ઝારખંડમાં 16 ઓગસ્ટે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બિહારમાં આજે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે.  14 થી 16 ઓગસ્ટ સુધી આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વરસાદની સંભાવના છે.

ટોપ સ્ટોરી

સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન
Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
Embed widget