શોધખોળ કરો

Gujarat Rain: આગામી ત્રણ કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં પડશે વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ કલાકમાં ગાજવીજ સાથે સામાન્ય છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.  

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ કલાકમાં ગાજવીજ સાથે સામાન્ય છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.  

હવામાન વિભાગના અનુસાર,  ગાજ વીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. ગુજરાતના  નર્મદા, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 

અમદાવાદ અને વડોદરામાં પણ હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, દમણ, રાજકોટ, મોરબી, બોટાદ  અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.   

રાજ્યના 25 તાલુકામાં મેઘમહેર 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધારે દ્વારકા જીલ્લામાં પડ્યો હતો. દ્વારકા જિલ્લાનાં ખંભાળિયા પંથકમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માત્ર 6 કલાકમાં ખંભાળિયામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જે આ વર્ષનો સૌથી વધુ વરસાદ છે. આ સાથે જ ખંભાળિયામાં પ્રથમ વરસાદમાં જ મોસમનો 32.5 ટકા વરસાદ પડી ગયો છે.

પોરબંદરમાં પણ 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. ભાણવડમાં 2.5 ઇંચ, રાણાવાવમાં 1.5 ઇંચ, જ્યારે લીલિયા અને બાબરામાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો હતો.

જૂનાગઢ, માણાવદર, માંગરોળ, કેશોદ, જામજોધપુર, કોટડાસાંગાણી, વિંછીયા, મોરબી, પડધરી અને કુતિયાણામાં પણ હળવાથી ભારે વરસાદના ઝાપટા પડ્યા હતા. 

ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં વરસાદ

દક્ષિણ પશ્ચિમ ચોમાસું (Monsoon) 11 જૂને ગુજરાતના દક્ષિણ ગુજરાતના નવસારી પહોંચ્યું હતું.  જોકે, રાજ્યના અન્ય ભાગોમાં આગળ વધવામાં તેને વિલંબ થયો છે કારણ કે કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિઓએ તેની ગતિ ધીમી કરી દીધી છે. IMDના અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ, ચોમાસાના આગમન માટે અનુકૂળ પરિસ્થિતિઓ ન હોવાથી તે રાજ્યમાં આગળ વધી શક્યું નથી. ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં વરસાદ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ પણ ગુજરાતમાં વરસાદ થશે તે અંગેની આગાહી કરી છે. હવામાન વિભાગે બુધવારે અને ગુરૂવારે સામાન્ય વરસાદની સાથે ભારે વરસાદની પણ આગાહી કરી છે. હાલ જે વરસાદ થઇ રહ્યો છે તે સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે થઇ રહ્યો છે.                

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:10 વાગ્યા સુધીમાં આ જિલ્લામાં પડશે અતિ ભારે વરસાદ, 4 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Rain Forecast: 10 વાગ્યા સુધીમાં આ જિલ્લામાં પડશે અતિ ભારે વરસાદ, 4 જિલ્લામાં રેડ એલર્ટ
Amreli: સાવરકુંડલાના હાડિડા ગામે દિકરીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પિતાએ કરી આત્મહત્યા
Amreli: સાવરકુંડલાના હાડિડા ગામે દિકરીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પિતાએ કરી આત્મહત્યા
Patan Rain: પાટણમાં જામ્યો વરસાદી માહોલ, રાધનપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
Patan Rain: પાટણમાં જામ્યો વરસાદી માહોલ, રાધનપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
"ભરોસો નથી એ જિંદગી, 100 ટકા ભરોસો તે મોત", વીડિયો બનાવ્યાના 4 કલાકમાં જ કોમેડી કિંગનું મોત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડિજિટલની માયાજાળ
Hun To Bolish | હું તો બોલીશ | લાલિયાવાડી
Ahmedabad | સરખેજમાં ત્રિપલ અકસ્માતમાં સગીર ઈજાગ્રસ્ત
અમેરિકાના 100 ટકા ટેરિફ સામે નહીં ઝૂકે ભારત, રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે
PM Modi Birthday : અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલે કરી શર્મિષ્ઠા તળાવની આરતી, હાટકેશ્વર મંદિર સુધી કરી પદયાત્રા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: અમદાવાદમાં કાળા ડિંબાગ વાદળોના કારણે વિઝિબિલિટી ડાઉન, ધોધમાર વરસાદ
Rain Update: અમદાવાદમાં કાળા ડિંબાગ વાદળોના કારણે વિઝિબિલિટી ડાઉન, ધોધમાર વરસાદ
TMCનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ: ચૂંટણી પંચે બંને જૂથો પાસેથી માંગ્યા નવા નામ અને સિમ્બોલ
TMCનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ: ચૂંટણી પંચે બંને જૂથો પાસેથી માંગ્યા નવા નામ અને સિમ્બોલ
IND vs AFG: ભારતે અફઘાનિસ્તાનને 127 રને હરાવ્યું, 3-0થી જીતી સીરીઝ 
IND vs AFG: ભારતે અફઘાનિસ્તાનને 127 રને હરાવ્યું, 3-0થી જીતી સીરીઝ 
Govt Pension Scheme: 3000 રૂપિયા પેન્શનની ગેરન્ટી, ખેડૂતો માટે સરકારની શાનદાર યોજના
Govt Pension Scheme: 3000 રૂપિયા પેન્શનની ગેરન્ટી, ખેડૂતો માટે સરકારની શાનદાર યોજના
IND vs AFG: ટી20માં અભિષેક શર્માનો વર્લ્ડ રેકોર્ડ,  30 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો
IND vs AFG: ટી20માં અભિષેક શર્માનો વર્લ્ડ રેકોર્ડ,  30 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો
Gujarat Rain Forecast:10 વાગ્યા સુધીમાં આ જિલ્લામાં પડશે અતિ ભારે વરસાદ, 4 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Rain Forecast: 10 વાગ્યા સુધીમાં આ જિલ્લામાં પડશે અતિ ભારે વરસાદ, 4 જિલ્લામાં રેડ એલર્ટ
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
"ભરોસો નથી એ જિંદગી, 100 ટકા ભરોસો તે મોત", વીડિયો બનાવ્યાના 4 કલાકમાં જ કોમેડી કિંગનું મોત
Embed widget