શોધખોળ કરો

Gujarat Rain: આગામી 2 કલાક આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર, હવામાન વિભાગનું નાઉકાસ્ટ

મહેસાણા, મહિસાગર જિલ્લામાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે.  18 જિલ્લામાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાવામાં આવ્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં આગામી બે કલાક ભારે વરસાદનું અનુમાન છે.
  • 6 જિલ્લાને રેડ, 9 જિલ્લાને ઓરેન્જ એલર્ટ અપાયું છે.
  • 18 જિલ્લામાં યલો એલર્ટ; 164 તાલુકામાં મેઘમહેર.

Gujarat weather nowcast: ગુજરાતમાં આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ (IMD), અમદાવાદ કેન્દ્ર દ્વારા 'નાઉકાસ્ટ' (Nowcast) બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. આ આગાહી મુજબ, આગામી 2 કલાક  રાજ્ય માટે ભારે સાબિત થઈ શકે છે. હવામાન વિભાગે રાજ્યના 6 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ અને વીજળી પડવાની આશંકા સાથે 'રેડ એલર્ટ' આપ્યું છે, જ્યારે અન્ય 9 જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે.

આગામી 2  કલાક 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

હવામાન વિભાગની આગાહી અનુસાર,  આગામી 2  કલાક 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નવસારી,  વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી સાથે  પવનની ગતિ 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.  આગામી 2  કલાક સંઘપ્રદેશ દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય હવામાન વિભાગે  આગામી 2 કલાક 9 જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં  તાપી, ડાંગ, સુરત, ભાવનગરમાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠામાં પણ ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ જાહેર કરાયું છે. 

આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 

મહેસાણા, મહિસાગર જિલ્લામાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે.  18 જિલ્લામાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાવામાં આવ્યું છે. પાટણ, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. વડોદરા, આણંદ, નર્મદા, ભરૂચમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે.  બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી,જામનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. દ્વારકા, પોરબંદર અને કચ્છમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  

આ પણ વાંચો- Valsad Rain: વલસાડ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ, અંડરપાસ બંધ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં મેઘમહેર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો કુલ 164 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે, જેમાં રાજ્યના 7 તાલુકાઓમાં 5 થી 11 ઈંચ, 26  તાલુકાઓમાં 2 થી 4 ઈંચ અને 51 તાલુકાઓમાં 1 થી પોણા બે ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. અમરેલીના ધારીમાં 9.21 ઈંચ, ખાંભામાં 6.81 ઈંચ, ડાંગના સુબીરમાં 5.16 ઈંચ અને સાવરકુંડલામાં 5.04 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય જાફરાબાદમાં 4.92 ઈંચ, ડાંગમાં 4.57 ઈંચ, વિજયનગરમાં 24 કલાકમાં 4.49 ઈંચ, બગસરામાં 4.29 ઈંચ, લીલીયા અને ઉનામાં 4.21 ઈંચ, જેસરમાં 3.08 ઈંચ, ચીખલીમાં 3.27 ઈંચ, ભાવનગરના મહુવામાં 2.99 ઈંચ, વલસાડના વાપીમાં 2.95 ઈંચ, ગારિયાધારમાં 2.80 ઈંચ, ડોલવણમાં 2.76 ઈંચ, ઉમરગામ અને ગીર ગઢડામાં 2.72 ઈંચ, ગણદેવીમાં 2.64 ઈંચ, કોડીનારમાં 2.60 ઈંચ, વ્યારામાં 2.48 ઈંચ, ચુડામાં 2.17 ઈંચ, અંબિકા અને કપરાડામાં 2.09 ઈંચ, વાલોડમાં 2.05 ઈંચ, અમરેલી શહેરમાં 2.01 ઈંચ, મહેસાણામાં 1.97 ઈંચ, વઘઈમાં 1.93 ઈંચ, પાલિતાણામાં 1.85 ઈંચ, સૂત્રાપાડામાં 1.81 ઈંચ, કોટડા સાંગાણી અને ઓલપાડમાં 1.77 ઈંચ, વિસાવદર અને તારાપુરમાં 1.57 ઈંચ, કુંકાવાવ-વડિયા, સિદ્ધપુર તેમજ વઢવાણમાં 1.42 ઈંચ, લખતરમાં 1.38 ઈંચ અને પલસાણા, દાંતા, વડગામ, કડી તથા ગોંડલમાં 1.34 ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. 

ટોપ સ્ટોરી

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget