શોધખોળ કરો

Gujarat Rain: આગામી ત્રણ કલાક ગાજવીજ સાથે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ

હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાકને લઈ નાવ કાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાકને લઈ નાવ કાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.  આગામી ત્રણ કલાક ભારે મધ્યમ અને હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  બનાસકાંઠા, પાટણ, મોરબી, કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમય દરમિયાન પવનની ગતિ 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. 

આ સિવાય સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, બોટાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, દાહોદ અને પંચમહાલમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 

જ્યારે છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ  અને દીવમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો

ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ઝોનમાં 49.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 49.36 ટકા વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 206 પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે.  અન્ય 60 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યના 41 ડેમ હાઇ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે.  23 ડેમને વોર્નિગ આપવામાં આવી છે.

આગામી પાંચ દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 21 અને 22 જુલાઇએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના છે.  એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા 21મી જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ

બનાસકાંઠા જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. અહીં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા અનેક જગ્યાએ પાણી ભરાયા છે. આ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. દાંતામાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો  છે.   પાલનપુરમાં 2 કલાકમાં 2.09 ઈંચ વરસાદ પડ્યો છે. લાખણીમાં 2 કલાકમાં 1.38 ઈંચ, ધાનેરામાં 2 કલાકમાં 1.06 ઈંચ, વડગામમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદથી દાંતા-પાલનપુરમાં  અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. પાલનપુર હાઈવે પર પણ પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. પાલનપુર ગઠામણ પાટીયા પાસે પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે.

પાટણ જિલ્લામાં વરસાદ

પાટણમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ છે. પાટણ શહેરમાં વહેલી સવારથી ધીમી ઘારે વરસાદ વરસ્યો છે. પાટણ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં  બફારા અને ઉકળાટથી રાહત મળી છે.  ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ઘારે ખેતીના પાક માટે સારો વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઇ ગઇ છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Embed widget