શોધખોળ કરો
Advertisement
ચોમાસાની વિદાય નજીક છે ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં પડશે વરસાદ
આ વર્ષે શિયાળો નવેમ્બર ના બીજા સપ્તાહથી ઠંડીનો ચમકારો વર્તાશે
અમદાવાદઃ ચોમાસાની વિદાય નજીક છે ત્યારે ફરીથી વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે ફરીથે એક લોપ્રેશન સર્જાવાને કારણે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીને પગલે જતા જતા ચોમાસું પાગ બગાડે તેવી ચિંતા ખેડૂતોને થવા લાગી છે.
દક્ષિણ-પશ્ચિમ પશ્ચિમ બંગાળમાં નજીક ફરી લોપ્રેશર સર્જાયુ છે. લો-પ્રેશર સર્જાતા ઓડિશાના દરિયાકાંઠામાં વરસાદની શક્યતા છે. ભારતના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના છે.
આગામી 5 દિવસ વરસાદની શક્યાતાઓ વ્યક્ત કરાઈ છે. પવનની ઝડપ 40થી 50 કીમી રહેવાની શક્યતાને લઈ અલર્ટ જાહેર થયા છે. હવામાન વિભાગે માછીમારોને પણ ચેતવણી આપી છે.
દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં હળવાં ઝાપટાંની આગાહી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં 135 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે ત્યારે આ વર્ષે ડાંગ તેમજ દાહોદમાં ખૂબ જ ઓછો વરસાદ પડયો છે. દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડ્યો છે. જોકે આ વર્ષે શિયાળો નવેમ્બર ના બીજા સપ્તાહથી ઠંડીનો ચમકારો વર્તાશે.
લોપ્રેશરને કારણે ચોમાસાની વિદાય બાદ વરસનારો વરસાદ ખેતી માટે યોગ્ય નથી. પહેલેથી જ ખેડૂતોનો ઉભો મોલ વરસાદને કારણે બરબાદ થઈ ગયો છે. ત્યારે હવે ફરીથી વરસાદ વિનાશ નોતરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement