શોધખોળ કરો

Gujarat Weather: ગુજરાતના આ જિલ્લાઓમાં પવનના સુસવાટા સાથે બે દિવસ વરસાદની આગાહી, જાણો અપડેટ

બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગુજરાતમાં ભરઉનાળે બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • બે સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી.
  • 29-30 માર્ચ કચ્છ, ઉત્તર ગુજરાતમાં પવન સાથે માવઠું.
  • આગામી 4 એપ્રિલ સુધી છૂટોછવાયો વરસાદ વરસવાની શક્યતા.
  • માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, પવનની ગતિ વધશે.

ગાંધીનગર: બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગુજરાતમાં ભરઉનાળે બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું સંકટ તોળાઇ રહ્યું છે.હવામાન વિભાગે કમોસમી વરસાદના આ રાઉન્ડમાં રાજયભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. 29 માર્ચથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં કમોસમી વરસાદ શરુ થશે. 

પવનના સુસવાટા સાથે વરસાદની આગાહી

29 અને 30 માર્ચ એમ બે દિવસ પવનના સુસવાટા સાથે કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં માવઠું વરસી શકે છે. 29 માર્ચે કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. જ્યારે 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર અને દાહોદ જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે.

આ બે દિવસ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. જેથી 29 અને 30 માર્ચ એમ બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી છે. અનેક જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવી શકે છે. 29 અને 30 માર્ચ બે દિવસ પવનની ગતિ પણ વધી શકે છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વાતાવરણમાં પલટાના સંકેત

2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્યુલેશનના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વાતાવરણમાં પલટાના સંકેત છે. ભારત પર આ જે સિસ્ટમ બનેલી છે, જે ગુજરાત પણ આવતા વાદળછાયા વાતવરણ વચ્ચે છૂટછવાયો વરસાદ વરસશે. જો કે આ સિસ્ટમની અસર 2થી 3 દિવસ બાદ વધુ જોવા મળશે. 28 માર્ચ બાદ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સમય દરમિયાન પવનની ગતિ પણ સામાન્ય કરતાં થોડી વધુ રહી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 29, 30 અને 31 માર્ચ સુધી ગુજરાત સહિત રાજસ્થાન મહારાષ્ટ્રમાં વરસાદની પડશે.

4 એપ્રિલ સુધી વરસાદનું અનુમાન

રાજ્યમાં ગત સપ્તાહથી વાતાવરણમાં પલટો આવ્યો છે. એક બાદ એક સિસ્ટમ એક્ટિવ થતાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વાતાવરણમાં પલટાના સંકેત આપ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં લગભગ 4 એપ્રિલ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયા હળવા વરસાદનું અનુમાન છે.              

ટોપ સ્ટોરી

PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો
દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો
CJP ના આંદોલન પહેલા રેલવેનો મોટો નિર્ણય, દિલ્હી આવતી તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનો રદ
CJP ના આંદોલન પહેલા રેલવેનો મોટો નિર્ણય, દિલ્હી આવતી તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનો રદ
Embed widget