શોધખોળ કરો

Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.  આજે  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગાંધીનગર:  રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.  આજે  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.  રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.  21, 22 ઓગસ્ટે  ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આ સાથે જ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. 
 
ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, દમણ, દાદરાનગર હવેલી, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, મહીસાગર, વડોદરા, અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા અને પાટણમાં વરસાદની સંભાવના છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.   

Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદે વિરામ લીધો છે. હવે વરસાદ અંગે ફરી એકવાર આજે મોટુ અપડેટ સામે આવ્યુ છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં  વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં ભારે વરસાદની શકયતા નહિવત છે.  આવતીકાલથી છૂટો છવાયો વરસાદ વરસશે. સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે વરસાદ રહેશે. નર્મદા, ખેડા, ગાંધીનગર, દાહોદમાં ઓછો વરસાદ પડ્યો છે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 94 ટકા વરસાદ વરસ્યો છે. 

ઓગસ્ટમાં કેમ વરસાદની ઘટ પડી

ઓગસ્ટમાં વરસાદની ઘટને લઈને હવામાન વિભાગના અધિકારીએ ચિંતા વ્યક્ત કરી છે. ઓગસ્ટમાં આ વર્ષે વરસાદની ઘટ રહી હોવાનું હવામાન વિભાગે સ્વીકાર્યું છે. દર વર્ષ ઓગસ્ટમાં 159 mm વરસાદ પડતો હોય છે,ચાલુ વર્ષે જે ઘટીને 117 mm રહ્યો છે.  જૂન જુલાઈમાં વરસાદ સારો પડ્યો હતો, જેથી આગામી દિવસમાં સારો વરસાદ રહેશે તેવું પૂર્વમાન છે. અત્યાર સુધીમાં ઓગસ્ટમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ નહીં, જેથી ઓગસ્ટમાં વરસાદ ઓછો રહ્યો છે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં સવારથી જ વરસાદ

રસાદની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સવારથી જ વરસાદ શરૂ થયો છે. જામનગર, બનાસકાંઠા, દાહોદમાં વરસાદ શરૂ થયો છે. જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. શહેરના પંચવટી, પટેલ કોલોની, શરૂ સેક્શન, બેડી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. તો આ તરફ દાહોદ જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ છે. લીમખેડા, દેવગઢ બારિયા, ઝાલોદ, ધાનપુર, લીમખેડા, સંજેલી, ફતેપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. બીજી બાજુ અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. મોડાસાના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી ઝરમર ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે. ઉમેદપુર, જીવનપુર, બોલુન્દ્રા સહિત પંથકમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'

Embed widget