શોધખોળ કરો

Gujarat Rain: તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં આજે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?

હવામાન વિભાગની આગાહી અનુસાર,  આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોને છોડતા સમગ્ર રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે.  સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે દિવસે ગરમી થઈ રહી છે.  

અમદાવાદ: હવામાન વિભાગની આગાહી અનુસાર,  આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોને છોડતા સમગ્ર રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે.  સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે દિવસે ગરમી થઈ રહી છે.  મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.  17 થી 19 ઓક્ટોબર સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 7 દિવસ માટે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ખાસ વધારો જોવા મળશે નહીં. જ્યારે ન્યૂનતમ તાપમાનમાં 2 થી 3 ડીગ્રીનો વધારો થઈ શકે છે. આગામી દિવસોમાં પૂર્વથી ઉત્તર પૂર્વ તરફ પવનની દિશા રહેશે. 

રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ, આજે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.  આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ રહેશે અને ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે. હવામાન વિભાગ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.  હવામાન વિભાગ મુજબ ગુજરાતમાંથી ચોમાસું સંપૂર્ણપણે વિદાય લઈ ચુક્યું છે. ચોમાસાની સિઝન રાજ્યમાં સરેરાશ 118.12 ટકા જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે.

સરેરાશ 118.12 ટકા વરસાદ વરસ્યો

ગુજરાતમાં આ વર્ષે સરેરાશ 118.12 ટકા વરસાદ વરસ્યો છે.  જ્યારે કચ્છ ઝોનમાં સૌથી વધુ 148.14 ટકા વરસાદ વરસ્યો છે.  જ્યારે ઉત્તર ગુજરાતમાં 121.51 ટકા, મધ્ય ગુજરાતમાં 117.09 ટકા સરેરાશ વરસાદ ખાબક્યો છે.  આ તરફ સૌરાષ્ટ્રમાં 108.60 ટકા અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો સરેરાશ 123.26 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે.

ગુજરાતમાં 16 તાલુકા એવા છે જ્યાં 10થી 20 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.  જ્યારે 137 તાલુકા એવા છે જ્યાં 20થી 40 ઈંચ વરસાદ ખાબક્યો છે.   98 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

અંબાલાલ પટેલની આગાહી

રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરી છે. 26 ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું ઉદભવવાની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ વાવાઝોડાના કારણે ગુજરાતનું હવામાન પલટાશે. આ ઉપરાંત 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેની અસર ગુજરાત પર થશે. હવે મેઘરાજા દિવાળીના તહેવાર પહેલા ફરી ગુજરાતના વાતાવરણમાં પલટો લાવશે. 

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં  વરસાદની શક્યતા

ઓક્ટોબર 16 થી 19 વચ્ચે સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. જે થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસી શકે છે. વરસાદની વાત કરીએ તો  16 ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં  વરસાદની શક્યતા છે.  આ સાથે જ  સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી લઈ હળવા વરસાદ ની આગાહી છે. 

 

ટોપ સ્ટોરી

Cold Wave: ગુજરાતમાં બે દિવસમાં ઘટશે ઠંડીનું જોર, તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થવાની શક્યતા
Cold Wave: ગુજરાતમાં બે દિવસમાં ઘટશે ઠંડીનું જોર, તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થવાની શક્યતા
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં

વિડિઓઝ

Jamnagar: બાલાજી પાર્ક નજીક રેડ કરવા ગયેલા પોલીસકર્મી પર હુમલો, ઘાયલ જવાનને હોસ્પિટલ ખસેડાયો
Hun To Bolish : હું તો બોલીશ : સોનું થશે કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : પરિપત્ર પેપર પર!
Ahmedabad Crime: કૃષ્ણનગર જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલાયો, પૂજારી અશ્વિન સોલંકીની ધરપકડ
Girnar Lili Parikrama : ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રી! વન વિભાગે યાત્રીઓને કરી ખાસ અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-Nepal Bilateral Talks: નેપાળ માટે 24 હજાર કરોડનું પેકેજ જાહેર! PM મોદીએ બાલેન શાહની કરી પ્રશંસા
India-Nepal Bilateral Talks: નેપાળ માટે 24 હજાર કરોડનું પેકેજ જાહેર! PM મોદીએ બાલેન શાહની કરી પ્રશંસા
India vs New Zealand Test: 15 ઓવર બાકી હોવા છતાં ટીમ ઈન્ડિયાએ કેમ માની હાર? ગિલે કર્યો મોટો ખુલાસો!
India vs New Zealand Test: 15 ઓવર બાકી હોવા છતાં ટીમ ઈન્ડિયાએ કેમ માની હાર? ગિલે કર્યો મોટો ખુલાસો!
EPFO 3.0 Update: UPIથી PF ઉપાડવાની ટેસ્ટિંગ શરૂ, EPFO ડિસેમ્બરમાં લોન્ચ કરશે સર્વિસ
EPFO 3.0 Update: UPIથી PF ઉપાડવાની ટેસ્ટિંગ શરૂ, EPFO ડિસેમ્બરમાં લોન્ચ કરશે સર્વિસ
'રેતી ચોર ભાજપ પરિવારનો હશે તો બચાવીશું', ડભોઈના MLA શૈલેષ મહેતાની જાહેર મંચ પરથી શેખી
'રેતી ચોર ભાજપ પરિવારનો હશે તો બચાવીશું', ડભોઈના MLA શૈલેષ મહેતાની જાહેર મંચ પરથી શેખી
'દિવ્યેશ, સિંહ થઈ ગયો છે, સિંહની પાછળ ઘણા કૂતરા રખડે, મારી પાછળ પણ...' -પરસોત્તમ સોલંકીએ કરી વારસદારની જાહેરાત
'દિવ્યેશ, સિંહ થઈ ગયો છે, સિંહની પાછળ ઘણા કૂતરા રખડે, મારી પાછળ પણ...' -પરસોત્તમ સોલંકીએ કરી વારસદારની જાહેરાત
Cold Wave: ગુજરાતમાં બે દિવસમાં ઘટશે ઠંડીનું જોર, તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થવાની શક્યતા
Cold Wave: ગુજરાતમાં બે દિવસમાં ઘટશે ઠંડીનું જોર, તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થવાની શક્યતા
તલવારો અમસ્તી નથી રાખી, જરૂર પડ્યે ઉપયોગ કરું છું: ભાવનગર સ્નેહમિલનમાં પરસોત્તમ સોલંકીના આક્રમક તેવર
તલવારો અમસ્તી નથી રાખી, જરૂર પડ્યે ઉપયોગ કરું છું: ભાવનગર સ્નેહમિલનમાં પરસોત્તમ સોલંકીના આક્રમક તેવર
Weather: ઠંડી વચ્ચે 18 રાજ્યોમાં વરસાદ, IMDએ આપી ચેતવણી, જાણો દિલ્હી-યુપી બિહારનું કેવું છે હવામાન
Weather: ઠંડી વચ્ચે 18 રાજ્યોમાં વરસાદ, IMDએ આપી ચેતવણી, જાણો દિલ્હી-યુપી બિહારનું કેવું છે હવામાન
Embed widget