શોધખોળ કરો

Gujarat Rain: આગામી 6 દિવસ સુધી રાજ્યના આ વિસ્તારોમાં વરસાદ ભૂક્કા બોલાવશે,જાણો આગાહી

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ છે. અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે પણ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ છે. અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે પણ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી રાજ્યમાં મધ્યમથી લઈ ભારે વરસાદની આગાહી કરી છે.  આ સમય દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. 

આગામી 6 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની માહિતી પ્રમાણે, રાજ્યમાં આગામી 6 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે 6 દિવસ માટે આગાહી  છે.

સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર, 1 નવેમ્બરે  ભાવનગર, અમરેલી, ભરૂચ, સુરતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સિવાય સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.  આ સિવાય છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી લઈ ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.  

અમરેલી જિલ્લામાં ફરી એક વખત વરસાદી માહોલ

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી જિલ્લામાં ફરી બરબાદીનો વરસાદ શરુ થયો છે. અમરેલી જિલ્લામાં સાર્વત્રિક કમોસમી વરસાદ વરસી રહ્યો છે.  રાજુલા, ખાંભા, જાફરાબાદ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જાફરાબાદના કાંઠા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.  જાફરાબાદના વડલી, વઢેરા, ચિત્રાસર, ભાડા ગામમાં વરસાદ વરસ્યો છે.  ટીંબી ગામની સ્થાનિક નદી બે કાંઠે થઈ છે. રાજુલાના ડુંગર, માંડળ, ડુંગરપરડા ગામમાં પણ વરસાદ વરસ્યો છે. 

રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદથી મોટુ નુકસાન 

ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાતના ખેડૂતો બરબાદ થઇ ગયા છે, સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયુ છે. છેલ્લા અઠવાડિયાથી માવઠુ થઈ રહ્યું છે.  જેમાં રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકોને નુકસાન થયુ છે. 

તાજા અપડેટ પ્રમાણે, આ માવઠાથી ગુજરાતમાં 10 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યુ છે. જેમાં ખાસ કરીને મગફળી, કપાસ, તુવેર, સોયાબીનના પાકને મોટુ નુકસાન થયુ છે. આ પાક નુકસાનીના નિરીક્ષણ બાદ મંત્રીઓએ સરકારને રિપોર્ટ પણ સોંપી દીધો છે.  હવે સાત દિવસમાં પાક નુકસાનનો સર્વે કરવા આદેશ અપાયો છે. મહત્વનું છે કે રાજ્યમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં સૌથી વધુ નુકસાનીના આંકડા મળ્યા છે. સર્વેના આધારે રાજ્ય સરકાર સહાય ચૂકવશે. 

ટોપ સ્ટોરી

ગૌ-સન્માન મહાસંમેલન: ગાયને રાષ્ટ્રમાતા-રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ, 300 સંતો-મહંતોની ઉપસ્થિતિ
ગૌ-સન્માન મહાસંમેલન: ગાયને રાષ્ટ્રમાતા-રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ, 300 સંતો-મહંતોની ઉપસ્થિતિ
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Kheda: મતાલજમાં કરોડોના માટી કૌભાંડથી ખળભળાટ, પંચાયતથી ભૂસ્તર અને મહેસૂલ અધિકારીઓ સામે FIRની માંગ
Kheda: મતાલજમાં કરોડોના માટી કૌભાંડથી ખળભળાટ, પંચાયતથી ભૂસ્તર અને મહેસૂલ અધિકારીઓ સામે FIRની માંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર
Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?
CM Bhupendra Patel: 2027ની ચૂંટણી પહેલાં CM એક્શન મોડમાં! , બજેટને લઈને 16 વિભાગોની કરી સમીક્ષા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?

Embed widget