શોધખોળ કરો

Gujarat Rain: આકરા તાપ વચ્ચે રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે 

કાળઝાળ ગરમીથી ગુજરાતમાં  નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.   બીજી તરફ હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે 22-23 મેના રોજ ગુજરાતના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ, તાપી જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.
  • દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.
  • 23 મે બાદ 27 મે સુધી રાજ્યમાં વરસાદની કોઈ આગાહી નથી, તાપમાનમાં નજીવો ઘટાડો થશે.
  • દેશમાં પ્રી-મોન્સૂનની શરૂઆત, આગામી ત્રણ દિવસ ઉત્તરપૂર્વ ભારતમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી છે.

Gujarat Rain Alert:  કાળઝાળ ગરમીથી ગુજરાતમાં  નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.   બીજી તરફ હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  મુજબ 22 અને 23 મેના રોજ કેટલા જિલ્લા અને સંઘ પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા  છે.  જેમાં 22 મેના રોજ  સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ગુજરાતના આ જિલ્લામાં વરસી શકે છે વરસાદ 

આ સિવાય હવામાન વિભાગે  22મેના રોજ દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. બીજી તરફ સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. 23 મેના રોજ સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથની સાથે ભાવનગર જિલ્લાના છુટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરાઈ છે.  દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય

સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીના છુટાછવાયા સ્થળોએ પણ વરસાદ વરસી શકે છે. જો કે 23 મે બાદ 27 મે સુધી રાજ્યમાં વરસાદની કોઈ આગાહી કરાઈ નથી. હવામાન વિભાગ મુજબ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.  એકથી બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. 

પ્રી-મોન્સૂનની શરુઆત

દેશમાં પ્રી-મોન્સૂન શરૂ થઈ ગયું છે અને તેની અસર ઘણા ભાગોમાં જોવા મળી રહી છે. આગામી દિવસોમાં ચોમાસાનું પણ આગમન થવાની ધારણા છે અને ગયા વર્ષના રેકોર્ડબ્રેક વરસાદને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ સારો વરસાદ થવાની શક્યતા છે. આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી ત્રણ દિવસ એટલે કે 23 મે સુધી દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

આ પણ વાંચો- Rain Alert: આગામી ત્રણ દિવસ દેશના આ રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ 

ભારે પવન સાથે અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી

આગામી ત્રણ દિવસ માટે ઉત્તરપૂર્વ ભારતના ઘણા ભાગોમાં હવામાન ખૂબ જ ખરાબ રહેવાની ધારણા છે. હવામાન વિભાગે 21, 22 અને 23 મેના રોજ આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી જારી કરી છે. આ સમયગાળા દરમિયાન વાવાઝોડા, વીજળી અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની પણ આગાહી છે. અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયના ઘણા ભાગોમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. 22 અને 23 તારીખે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે.

Frequently Asked Questions

ગુજરાતમાં કયા જિલ્લાઓમાં 22 અને 23 મેના રોજ વરસાદની આગાહી છે?

22 મેના રોજ અમરેલી, ગીર સોમનાથ, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની આગાહી છે. 23 મેના રોજ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં વરસાદ પડી શકે છે.

દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની શું આગાહી છે?

આ સંઘ પ્રદેશોમાં પણ 22 અને 23 મેના રોજ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે.

23 મે પછી ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી છે?

ના, 23 મે પછી 27 મે સુધી રાજ્યમાં વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી.

રાજ્યના તાપમાનમાં શું ફેરફાર જોવા મળશે?

તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ એકથી બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે.

ઉત્તરપૂર્વ ભારતમાં ક્યારે અને ક્યાં ભારે વરસાદની ચેતવણી છે?

21, 22 અને 23 મેના રોજ આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ, 48 લાખનો 9300 કિલો જથ્થો જપ્ત
ગાંધીનગરમાં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ, 48 લાખનો 9300 કિલો જથ્થો જપ્ત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
ગુજરાતમાં TET-1 પાસ ઉમેદવારોને મોટી રાહત, વિદ્યાસહાયક ભરતી અંગે સરકારનો મોટો નિર્ણય
ગુજરાતમાં TET-1 પાસ ઉમેદવારોને મોટી રાહત, વિદ્યાસહાયક ભરતી અંગે સરકારનો મોટો નિર્ણય
Advertisement

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Embed widget