શોધખોળ કરો

Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, લેટેસ્ટ અપડેટ

હવામાન વિભાગે આગામી ત્રણ કલાક વરસાદને લઈ નાવ કાસ્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ કલાક મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ:  હવામાન વિભાગે આગામી ત્રણ કલાક વરસાદને લઈ નાવ કાસ્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ કલાક મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.  1 વાગ્યાથી લઈને આગામી ત્રણ કલાકની આગાહી હવામાન વિભાગે કરી છે. ગાંધીનગર,  અમદાવાદ,  મહેસાણા,  સાબરકાંઠા,  અરવલ્લી,  સુરેન્દ્રનગર,  ખેડા,  નવસારી,  વલસાડ,  દમણ,  દાદરા નગર હવેલી અને મોરબીમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સમય દરમિયાન પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.  

આ જિલ્લામાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર,  બનાસકાંઠા,  પાટણ,  મહીસાગર,  દાહોદ,  પંચમહાલ,  આણંદ,  વડોદરા,  છોટાઉદેપુર,  નર્મદા,  ભરૂચ,  સુરત,  તાપી,  ડાંગ,  બોટાદ,  રાજકોટ,  જામનગર,  દેવભૂમિ દ્વારકા,  પોરબંદર,  જુનાગઢ,  અમરેલી,  ભાવનગર,  ગીર સોમનાથ,  કચ્છ અને દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગે આ સિવાય અન્ય વિસ્તારોમાં પણ સામાન્યથી લઈ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.રાજ્યમાં આજે પણ વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં વરસાદ

આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં ભારે વરસાદ વરસ્યો છે. રાણીપ, એસપી રીંગ રોડ, સાણંદ, શેલા, શીલજ સહિતના મોટાભાગના વિસ્તારમાં સવારથી વરસાદ વરસ્યો છે. સવારથી જ શહેરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.  પ્રહલાદનગર, એસજી હાઈવે, બોપલ, ઘુમામાં સવારથી વરસાદી માહોલે જમાવટ કરી હતી. શેલા, શીલજ, ઈસનપુર, રાણીપમાં સવારથી ધોધમાર વરસાદી ઝાપટાના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા.

રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો

ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ઝોનમાં 49.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 49.36 ટકા વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 206 પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે.  અન્ય 60 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યના 41 ડેમ હાઇ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે.  23 ડેમને વોર્નિગ આપવામાં આવી છે.

આગામી 4 દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 21 અને 22 જુલાઇએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના છે.  એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા 21મી જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.

ટોપ સ્ટોરી

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન
Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget