શોધખોળ કરો

Gujarat Weather: વીજળીના કડાકા અને ભારે પવન સાથે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

રાજ્યમાં આજે પણ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ અને માવઠાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ છે.

અમદાવાદ: રાજ્યમાં આજે પણ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ અને માવઠાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ છે.  કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના હવામાનમાં ફરી મોટો પલટો આવ્યો છે. આજે પણ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે.  રાજસ્થાન અને કચ્છ પર સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન અને  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રાજ્યના વિવિધ ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ અને 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.  વીજળીના કડાકા-ભડાકા સાથે અનેક જિલ્લાઓમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.  

આજે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ 

હવામાન વિભાગે  શુક્રવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ આપ્યું છે.  બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ,કચ્છ, દિવમાં  વરસાદની આગાહી કરી છે. આ તમામ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 

કચ્છની સાથે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લાના છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. 

કાલે આ જિલ્લાઓમાં વરસાદનું અનુમાન

હવામાન વિભાગ દ્વારા આવતીકાલે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને નર્મદા જેવા પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. ત્યારબાદ 6 એપ્રિલથી રાજ્યમાં હવામાન ફરી સૂકું થવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં 38થી 39 ડિગ્રી સુધી તાપમાન રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે. કચ્છ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.   હવામાન વિભાગે ગુજરાતમાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે.  4 એપ્રિલ સુધી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 

કમોસમી વરસાદ અને અચાનક માવઠુ થતાં ખેડૂતોને નુકસાન

રાજ્યમાં ખેડૂતોને કમોસમી વરસાદ અને અચાનક માવઠુ થતાં નુકસાન થયું છે.  ખેડૂતોને ફરી એકવાર પડ્યા પર પાટૂ જેવી સ્થિતિ પેદા થઇ છે. હાલમાં મળેલા રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં મોટા ભાગના પાકોને મોટુ નુકસાન થયુ છે. વરસાદે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોના ખેડૂતોની ચિંતા વધારી છે. ચણા, રાયડો, ઈસબગુલ, વરીયાળીના પાકને મોટુ નુકસાન પહોંચ્યુ છે. આ ઉપરાંત વાવાઝોડાના કારણે કેરીના પાકને પણ નુકસાન થયુ છે, કમોસમી વરસાદથી શાકભાજી સાથે સાથે અન્ય શિયાળુ પાક પણ પલળી જતાં નુકસાનીની ભીતિ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
Embed widget