શોધખોળ કરો

Gujarat Rain: ભારે પવન સાથે આજે આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થતાં 2 દિવસથી  ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં  ભારે વરસાદ વરસી રહ્યો છે.

Gujarat Rain:  બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થતાં 2 દિવસથી  ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં  ભારે વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ ગઇ છે. આ સિસ્ટમ ગુજરાત અને રાજસ્થાન પરથી પસાર થઇને હવે આ સિસ્ટમ રાજસ્થાન ગુજરાત અને પાકિસ્તાન વચ્ચેના વિસ્તારમાં સ્થિર છે. આ સિસ્ટમની ગતિને જોતા હવામાન વિભાગે સિસ્ટમ પાકિસ્તાન તરફ ગતિ કરે તેવી આગાહી કરી છે. જેના પગલે ગુજરાતમાં 2 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે.

આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આજે  ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે તો કેટલાક જિલ્લામાં હળવા વરસાદ રહેશે, ખાસ કરીને  કચ્છમાં આગામી 2 દિવસ હજુ પણ ભારે વરસાદ વરસતો રહેશે. કચ્છમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી છે.  જો કે અન્ય વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો રહેશે. કચ્છમાં આજે અને આવતી કાલ સુધી ભારે વરસાદનું અનુમાન છે.

કચ્છ, બનાસકાંઠા, પાટણ,  મોરબી, જામનગર, ગીરસોમનાથ,  દેવભૂમિ દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદરમાં આજે ભારે વરસાદની આગાહી છે. આજથી મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે. હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદ, ખેડા, આણંદ,પંચમહાલ, છોટાઉદેપુર,  વડોદરા, વલસાડ, તાપી, ગાંધીનગર, અરવલ્લી, દાહોદ, નર્મદા ભરૂચ સુરત,તાપી, વલસાડ, નવસારીમાં હવે વરસાદનું જોર ઘટતું જોવા મળશે. આગામી 2 દિવસ કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.

રાજ્યના ચાર જિલ્લામાં વરસેલા ભારે વરસાદ અને હજુ આજે પણ વરસાદનું જોર રહેવાની શક્યતાને ધ્યાને લઈ શાળા- કોલેજ અને આંગણવાડીમાં રજા જાહેર કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને આંગણવાડીમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાને પરિપત્ર કરી સ્કૂલો-કોલેજો અને આંગણવાડીમાં રજા જાહેર કરવાનો પરિપત્ર કર્યો છે. 

આ તરફ ખેડા જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો. તો ઉપરવાસમાં પણ સારા વરસાદથી નદીના જળસ્તર વધ્યા છે અને ગામમાં પાણી ઘૂસવાની શક્યતા સેવાઈ રહી છે. ત્યારે ખેડા જિલ્લા શિક્ષણાધિકારીએ પણ પરિપત્ર જાહેર કરી શાળા- આંગણવાડીમાં રજા જાહેર કરી છે. આ તરફ બનાસકાંઠા જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે અને હજુ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે.            

ટોપ સ્ટોરી

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપ આગળ, પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપ આગળ, પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
Embed widget