શોધખોળ કરો

Gujarat Rain: આજે રાજ્યના 121 તાલુકામાં વરસાદ, સાબરકાંઠાના વિજયનગરમાં સૌથી વધુ વરસ્યો 

ગુજરાતમાં આજે પણ વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

અમદાવાદ : ગુજરાતમાં આજે પણ વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આજના દિવસમાં રાજ્યના 121 તાલુકામાં વરસાદ નોંધાયો છે.  સૌથી વધારે સાબરકાંઠાના વિજયનગરમાં 2.24 ઈંચ વરસાદ વરસ્યો છે. 

આ સિવાય મહીસાગરના બાલાસિનોરમાં 2.13 ઈંચ વરસાદ, તાપીના સોનગઢમાં 1.93 ઈંચ, ખેડાના કપડવંજમાં 1.93 ઈંચ, સુરતના ઉમરપાડા તાલુકામાં 1.93 ઈંચ વરસાદ વરસ્યો છે.  

જ્યારે વલસાડ, દાંતા અને વડાલીમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. સુરતના માંડવી અને પલસાણામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો.  ખેરગામ, લુણાવાડા અને ઉચ્છલમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.  ધરમપુર, ખેડબ્રહ્મા અને પોશિનામાં એક ઈંચ વરસાદ વરસ્યો છે.  રાજ્યના 105 તાલુકામાં એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.  

છેલ્લા 2 કલાકમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ

છેલ્લા  2 કલાકમાં વલસાડ તાલુકામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.  ધરમપુર તાલુકામાં પોણો ઈંચ વરસાદ, ખેરગામ તાલુકામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે. છેલ્લા 2 કલાકથી અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે. 

સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ

આજે સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.  વડાલી, વિજયનગર અને ખેડબ્રહ્મા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે સાબરકાંઠા જિલ્લાના નદી- નાળા બે કાંઠે વહેતા થયા છે. ઉપરવાસમાં પણ સતત ભારે વરસાદના કારણે હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ છે.

વિજયનગરમાંથી પસાર થતી હરણાવ નદી તોફાની બની છે.સરસવ ગામમાં તો નદીના પાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા અને કોલેજમાં ઘૂસી ગયા હતા.  આ ઉપરાંત વિજયનગર- ખોખરા માર્ગ પર પણ પાણી ફરી વળ્યા હતા.  આ તરફ હરણાવ ડેમમાં પણ ઉપરવાસમાંથી વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. પાણીની અવિરત આવકથી હરણાવ જળાશયના ત્રણ દરવાજા 3.30 મીટર ખોલી નદીમાં પાણી છોડાયું. 11 હજાર 413 ક્યુસેક પાણીની આવક સામે જ નદીમાં છોડાઈ રહ્યું છે.

હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી કરી છે વરસાદની આગાહી

ગુજરાતમાં મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક છૂટછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવાામાન વિભાગે ઓગસ્ટના અંત સુધી રાજ્યમાં મેઘ મહેર યથાવત રહેવાના સંકેત આપ્યાં છે. બંગાળની ખાડીમાં બીજી એક સિસ્ટમ આકાર લઇ રહી છે. જને લઈ અનેક જિલ્લામાં આ સિસ્ટમ ભારે વરસાદ લાવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
Post Office ની ગજબ સ્કીમ: દર મહિને12,500 રુપિયા જમા કરો, એક સાથે મળશે 40 લાખ
Post Office ની ગજબ સ્કીમ: દર મહિને12,500 રુપિયા જમા કરો, એક સાથે મળશે 40 લાખ
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Embed widget