શોધખોળ કરો

Gujarat Rain: ગુજરાતમાં 2 વાગ્યા સુધીમાં 128 તાલુકામાં ખાબક્યો વરસાદ, વિરમગામમાં સૌથી વધુ 

રાજ્યમાં આ વર્ષે ધમાકેદાર ચોમાસાની શરુઆત થઈ છે. આજે પણ વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે.

અમદાવાદ : રાજ્યમાં આ વર્ષે ધમાકેદાર ચોમાસાની શરુઆત થઈ છે. આજે પણ વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે બપોરના 2 વાગ્યા સુધીમાં 128 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. વિરમગામમાં સૌથી વધારે 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે વિરમગામ શહેરની શેરીઓમાં નદીઓ જેવા દ્રશ્યો જોવા મળ્યા છે.

ગુજરાતમાં આજે રવિવારે સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 128 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વિરમગામ તાલુકામાં 3.11 ઈંચ નોંધાયો છે. મહેસાણાના કડીમાં 2.5 ઈંચ, સુરતના ઉમરપાડામાં પણ વધારે વરસાદ વરસ્યો છે. 

વિરમગામમાં 3.11 ઇંચ, બાવળામાં 1.22 ઇંચ, દેત્રોજ-રામપુરામાં  0.98 ઇંચ, અમદાવાદ શહેરમાં 0.51 ઇંચ, માંડલમાં 0.35 ઇંચ, ધોળકામાં 0.28 ઇંચ અને સાણંદમાં 0.08 ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદના  કારણે જિલ્લાના અનેક ભાગોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મહેસાણાના કડીમાં 2.52 ઇંચ વરસાદ નોંધાયો છે. 

વિરમગામમાં જળબંબાકારની સ્થિતિ

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. વિરમગામ શહેરમાં માત્ર 3.11 ઈંચ વરસાદમાં રસ્તાઓ પર પાણી-પાણી જોવા મળી રહ્યું છે.  વિરમગામના માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે. વિરમગામ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે કેટલીક સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરી પલળી ગઈ છે. 

મોટા-નાના પરકોટા વિસ્તાર જળમગ્ન થયો છે.  સામાન્ય વરસાદમાં વિરમગામના હાલબેહાલ થઈ ગયા છે. લોકોના ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને મોટાપાયે નુકસાન થયું છે. 3 ઈંચથી વધુ વરસાદમાં વિરમગામ શહેરમાં જળબંબાકાર છે. રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13  ટકા

રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13  ટકા નોધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 31.20 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 21.50  ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 30.93 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 30.36 ટકા અને કચ્છ ઝોનમાં 23.7 ટકા સરેરાશ વરસાદ નોધાયો છે.

એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ

ગુજરાત પર વરસાદ લાવતી એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી હાલ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. દક્ષિણ સહિતના કેટલાક વિસ્તારને છોડીને ધીમી ધારે ખેતીના પાકને અનુકૂળ વરસાદ વરસતાં ખેડૂતો ખુશખુશાલ છે. હવામાન વિભાગે  રાજ્યમાં ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે. આજે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. પોરબંદર, દ્વારકા, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. સાબરકાંઠા, અરવલ્લી,મહીસાગરમાં ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. દાહોદ, પંચમહાલ, નવસારીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. દમણ, દાદરા અને નગરહવેલીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ટોપ સ્ટોરી

આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Embed widget