Amreli Rain: અમરેલી જિલ્લામાં બીજા દિવસે મેઘમહેર, સાવરકુંડલા-ખાંભા ગીરમાં વરસ્યો વરસાદ
અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. અમરેલીના સાવરકુંડલા, ખાંભા ગીર, રાજુલા, લાઠી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો.

- અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ નોંધાયો હતો.
- સાવરકુંડલા, ખાંભા, રાજુલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા.
- કપાસ, મગફળી અને ડુંગળીના પાકને વરસાદથી ફાયદો થશે.
- ખાંભા ગીરની અનિડા નદીમાં નવા નીર આવ્યા, ખેડૂતોને રાહત.
Rain in Amreli district : અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. અમરેલીના સાવરકુંડલા, ખાંભા ગીર, રાજુલા, લાઠી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો. અમરેલી જિલ્લાના અનેક ગામડાઓમાં સારો વરસાદ થતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ખાંભા ગીરના અનિડા ગામની સ્થાનિક નદીમાં નવા નીર આવ્યા હતા. અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદથી કપાસ, મગફળી અને ડુંગળી સહિતના પાકને ફાયદો થવાની આશા ખેડૂતોમાં છે.
સાવરકુંડલા તાલુકામાં વરસ્યો વરસાદ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં બપોર બાદ વરસાદ શરૂ થયો હતો. મોટા ભમોદરા, બોરાળા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત વીજપડી, ખડસલી, મેવાસા, શેલણા અને મોટા ભમોદરા સહિતના વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી હતી.
ખાંભા ગીરમાં વરસાદ
ખાંભા ગીરના અનિડા સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. ઇંગોરાળા, અનિડા, કોટડા અને મોટા સમઢીયાળા ગામમાં વરસાદ થતાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. અનિડા ગામની સ્થાનિક નદીમાં નવા નીર આવતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી. રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો હતો. મોટા આગરીયા, વાવેરા, ગોવિંદડી, ભાક્ષી અને ધારેશ્વર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. સતત વરસાદથી ખેતી માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ રહી છે.
લાઠી-દામનગરમાં વરસાદ
લાઠી તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. લાઠીના દામનગર સહિતના વિસ્તારોમાં સારો વરસાદ પડતા રસ્તાઓ પરથી પાણી વહેવા લાગ્યા હતા. લીલીયા તાલુકાના ગુંદરણ સીમ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. અમરેલી જિલ્લામાં વરસેલા વરસાદથી ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. ખાસ કરીને કપાસ, મગફળી અને ડુંગળીના પાક માટે વરસાદ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સતત બીજા દિવસે વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતા ખેતી માટે પાણીની જરૂરિયાતમાં પણ રાહત મળવાની આશા છે.
આ પણ વાંચો- રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે આ 9 જિલ્લા માટે કર્યું યલો એલર્ટ જાહેર
રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં આગામી 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન સાર્વત્રિક અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યમાં લો-પ્રેસર, અપર એર સર્ક્યુલેશન અને મોનસૂન ટ્રફ એમ એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં શનિવારથી ત્રણ દિવસ માટે રાજ્યમાં 'યલો' અને 'ઓરેન્જ' એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Before You Go
Rajkot Video: રાજકોટમાં ભરબજારે ASI અને પોલીસ પુત્ર વચ્ચે બબાલ, વીડિયો જોઈ ચોંકી જશો




















