Patan Rain: પાટણમાં જામ્યો વરસાદી માહોલ, રાધનપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
રાધનપુર શહેરની સરસ્વતી સોસાયટી, અંબિકાનગર, જલારામ સોસાયટી,અર્બુદા નગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

- પાટણ જિલ્લામાં ભારે વરસાદ; ગરમીમાંથી રાહત, ખેડૂતો આનંદિત.
- ખેડૂતોના કપાસ, એરંડા પાકને સારો ભેજ મળશે.
- હવામાન વિભાગની આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી.
પાટણ જિલ્લામાં વરસાદી માહોલ છે. પાટણ જિલ્લાના રાધનપુર શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાધનપુર શહેરની સરસ્વતી સોસાયટી, અંબિકાનગર, જલારામ સોસાયટી,અર્બુદા નગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
પાટણ જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો છે. રાધનપુર શહેર સહિત આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકોને વરસાદ પડતા ગરમી અને અસહ્ય ઉકળાટમાંથી આંશિક રાહત મળી છે.
રાધનપુર શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
રાધનપુર શહેરમાં સરસ્વતી સોસાયટી, અંબિકાનગર, જલારામ સોસાયટી, અર્બુદાનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અચાનક ભારે વરસાદ શરૂ થતાં શહેરમાં ઠંડક પ્રસરી હતી અને વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાધનપુર નજીક આવેલા પ્રેમનગર, કોલ્હાપુર, મહેમદાબાદ, કલ્યાણપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
વરસાદના કારણે ખેડૂતોને કપાસ, એરંડા, બાજરી, જુવાર, મગ અને અડદ સહિતના પાકને ફાયદો થવાની આશા છે. હાલ પડેલા સારા વરસાદથી પાકને જરૂરી ભેજ મળી રહેવાની શક્યતા છે. ખેડૂતો માટે આ વરસાદ પાકના વિકાસ માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે.
આખરે દ્વારકામાં મેઘરાજા મહેરબાન થયા છે. ઓછો વરસાદ દ્વારકા જિલ્લામાં વરસ્યો હતો. જેના કારણે ધરતીપુત્રો ચિંતામાં હતા પરંતુ આજ સવારથી જ દ્વારકામાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. દ્વારકામાં 4 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબકી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. દ્વારકાના દર્શન માટે આવેલા ભક્તોએ વરસાદ વચ્ચે દર્શન કર્યા બાદ વરસાદની મજા માણી હતી. ધોધમાર વરસાદને કારણે ભદ્રકાલી ચોક અને ઇસ્કોન ગેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતા. ખાસ કરીને ઇસ્કોન ગેટ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા.
આગામી સાત દિવસ વરસાદની આગાહી
ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી વિવિધ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમની અસર જોવા મળી શકે છે. ખાસ કરીને આજે દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી 48 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં થન્ડરસ્ટોર્મ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Before You Go
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા





















