શોધખોળ કરો

Gir Somnath Rain: કોડીનાર, સુત્રાપાડા અને તાલાલામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી 

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. કોડીનાર, સુત્રાપાડા અને તાલાલામાં વરસાદનું આગમન થયું છે.

ગીર સોમનાથ: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. કોડીનાર, સુત્રાપાડા અને તાલાલામાં વરસાદનું આગમન થયું છે.  કોડીનાર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ છે.  વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  કોડીનારના પીપળી, દેવળી, છારા, કડોદરા, ડામલી,  પનાદાર, દુદાના ઇચવડ સહિતના ગામોમાં વરસાદનું આગમન થયું છે. 

સુત્રાપાડાના પ્રાચી અને આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે. પ્રાચી,  ટીંમડી,  વાસાવડ, મોરડિયા,  ભુવાટીંબી,  ખેરા મટાના સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.   

તાલાલા પંથકમાં વરસાદ

તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. ધાવા, સુરવા, બોરવાવ, જાંબુર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.  વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ભારે ગરમીમાંથી રાહત મળી છે.   

હવામાન વિભાગની વરસાદને લઈ આગાહી 

ગુજરાતમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી કરી છે. આજે 15 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે રાહતના સમાચાર લઈને આવી છે, જ્યાં લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે.

ગુજરાતમાં એક-બે દિવસ બાદ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઇ જશે. દક્ષિણ બાદ ઉત્તરના રાજ્યોમાં ચોમાસું એક્ટિવ થશે, પરંતુ હાલમાં વરસાદે કેટલાક ભાગોમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. હાલમાં જ  હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે, આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. હવામાનના તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં આજે 15 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, ચાર જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદનું અનુમાન સેવાઇ રહ્યું છે. આજે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અરવલ્લી, મહિસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

ટૂંક સમયમાં ગુજરાતમાં ચોમાસું બેસવાની શક્યતાઓ

અંબાલાલે ટૂંક સમયમાં ગુજરાતમાં ચોમાસું બેસવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં પણ હલચલ ઉભી થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ભારતના પૂર્વભાગમાં ભારે વરસાદ થાય તો તેની ગુજરાત પર કેવી અસરો થઈ શકે છે તે અંગેની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે.અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, બંગાળના ઉપસાગરમાં 18મી જૂન અને બાદમાં  22મી જૂને લો પ્રેશર બનવાની શક્યતાઓ છે. આ લો-પ્રેશરની અસરથી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે. જેમાં 26-30 જૂન દરમિયાન ભારે વરસાદ થવાની શક્યતાઓ છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો, કોથમીર મેથીની ભાજી સહિતની કિંમતમાં આસમાને
ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો, કોથમીર મેથીની ભાજી સહિતની કિંમતમાં આસમાને
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

Embed widget