શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ  રહેશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજ્યમાં આગામી ચાર દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી.
  • દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલ્લો એલર્ટ જાહેર કરાયું.
  • રાજ્યમાં સિઝનનો સરેરાશ ૧ ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ  રહેશે.  23 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં માધ્યમ વરસાદ વરસી શકે છે.  દક્ષિણ ગુજરાતમાં બે થી ત્રણ જિલ્લાઓમાં વરસાદને લઈ યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, સુરત, નવસારી,  દમણ, વલસાડ, નર્મદા અને ડાંગમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 4 દિવસ સુધી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય છે.   હવામાન વિભાગે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.       

રાજ્યમાં આ સિઝનમાં સામાન્ય કરતા સરેરાશ 1 ટકા ઓછો વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 510.5 mm વરસાદ નોંધાયો છે. સામાન્ય વરસાદ 518 MM હોવા જોઈએ. એટલે રાજ્યમાં આ સિઝનમાં સામાન્ય કરતા સરેરાશ 1 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.  રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના આંકડા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર સૌથી વધુ રહ્યું છે. સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં સિઝનના સરેરાશ વરસાદની સરખામણીએ 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ આંકડાઓ દર્શાવે છે કે રાજ્યમાં આ સિઝનમાં સામાન્ય કરતા માત્ર 1 ટકા જેટલો જ ઓછો વરસાદ નોંધાયો છે, જે ખેતી અને જળાશયો માટે એકંદરે સંતોષકારક સ્થિતિ કહી શકાય. 

રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી

હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યમાં વરસાદના વિરામ પાછળ અલનીનોની અસર જોવા મળી રહી છે. જામનગર, દ્વારકા અને પોરબંદર સહિત કચ્છ, વાવ-થરાદ અને બનાસકાંઠામાં ઓછો વરસાદ થયો છે. ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન તરફથી આવતા સુકા પવનોના કારણે પણ વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે. જોકે, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદની સંભાવના છે. સાથે જ સપ્ટેમ્બરની શરૂઆતથી ઉત્તર ભારતમાં ચોમાસાની વિદાય શરૂ થવાની આગાહી કરવામાં આવી છે.

ઓડિશામાં વરસાદનું રેડ એલર્ટ

છત્તીસગઢમાં પણ આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તરાખંડ, પૂર્વી મધ્ય પ્રદેશ માટે પણ અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget