શોધખોળ કરો

Gujarat Rain : ગુજરાતમાં ફરી મેઘમહેર:105 તાલુકામાં વરસ્યો વરસાદ, જાણો ક્યાં કેવી સ્થિતિ

Gujarat Rain : ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. સવારથી અત્યાર સુધીમાં રાજ્યના 105 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 14 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. મેઘરજમાં સૌથી વધુ 2.56 ઈંચ નોંધાયો છે.

Gujarat Rain : રાજ્યભરમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થયો છે. સવારથી અત્યાર સુધીમાં ગુજરાતના 105 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જ્યારે 14 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ અરવલ્લીના મેઘરજમાં 2.56 ઈંચ નોંધાયો છે. ત્યારબાદ મોડાસામાં 2.09 ઈંચ, વાંકાનેરમાં 1.97 ઈંચ, ખાનપુરમાં 1.93 ઈંચ અને તલોદમાં 1.89 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ખેરાલુ, માણસા અને ટંકારામાં 1.50-1.50 ઈંચ વરસાદ વરસ્યો છે. મહેસાણામાં 1.38 ઈંચ, વડાલીમાં 1.26 ઈંચ, વિજાપુર અને કલોલમાં 1.18-1.18 ઈંચ, હડાદમાં 1.14 ઈંચ તથા જોટાણામાં 1.06 ઈંચ વરસાદ નોંધાયો છે. વડનગર અને વિસનગરમાં પણ એક-એક ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ઈડર અને હિંમતનગરમાં પણ એક-એક ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અનેક વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તાઓ જળમગ્ન બન્યા છે અને નીચાણવાળા વિસ્તારોની સોસાયટીની આસપાસ પણ  પાણી ભરાઇ જતાં લોકોની મુશ્કેલી વધી  છે. બીજી તરફ વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે ખેતીના પાકને જરૂરી પાણી  મળતા ખેડૂતોને રાહત મળી છે. આગામી સમયમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વચ્ચે તંત્ર દ્વારા હવામાનની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

અમદાવાદમાં અનેક વિસ્તાર જળમગ્ન

અમદાવાદમાં સવારથી ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. માત્ર બે કલાકના વરસાદમાં સ્માર્ટ સિટી અમદાવાદના અનેક વિસ્તારોના હાલ બેહાલ થયા છે. શહેરમાં બે કલાક દરમિયાન સરેરાશ 2થી અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હોવાની માહિતી છે. ત્રણ દિવસમાં બીજી વખત ભારે વરસાદના કારણે અમદાવાદમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. હાટકેશ્વર વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને હાટકેશ્વરના મંદિરમાં પણ પાણી ભરાયા છે. મણિનગરમાં ચાર જેટલી જગ્યાએ પાણી ભરાયાની ફરિયાદ સામે આવી છે, જ્યારે જવાહર ચોક સહિતના વિસ્તારોમાં પણ જળભરાવ થયો છે. હાટકેશ્વરના અન્ય ત્રણથી ચાર વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. હાલ અમદાવાદમાં વરસાદનું જોર થોડું ઘટ્યું છે, પરંતુ અનેક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ યથાવત છે. બીજી તરફ અમદાવાદના ધોળકામાં પણ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

સાબરકાંઠા વરસાદ

સાબરકાંઠા જિલ્લામાં મોડીરાતથી વહેલી સવાર સુધી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હિંમતનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. હડિયોલ, ગઢોડા, આકોદરા, હાજીપુર અને બોરીયા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે. બીજી તરફ તલોદ તાલુકામાં પણ વહેલી સવારથી વરસાદનું જોર જોવા મળ્યું હતું. તલોદના વક્તાપુર, ઉજેડીયા, મહિયલ અને તોરણિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ થતાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદથી કપાસ, મગફળી અને સોયાબીન સહિતના પાકને ફાયદો થવાની આશા છે.

મહિસાગરમાં વરસાદ

મહિસાગર જિલ્લામાં વહેલી સવારથી ત્રણ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. લુણાવાડા, ગોધરા અને કડાણા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. લુણાવાડા શહેર તેમજ આસપાસના ગામોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. ગોધરા શહેર ઉપરાંત તાલુકાના નસીકપુર, સરસણ સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ કડાણા તાલુકાના સરસવા, ડીટવાસ અને બચકરીયા ગામમાં વરસાદ નોંધાયો છે. જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
વિવિધ માંગો સાથે વનપાલ અને વનરક્ષકો ઉતર્યા હડતાળ પર, મહિલા કર્મચારીઓ બાળકો સાથે હડતાળમાં જોડાઈ
વિવિધ માંગો સાથે વનપાલ અને વનરક્ષકો ઉતર્યા હડતાળ પર, મહિલા કર્મચારીઓ બાળકો સાથે હડતાળમાં જોડાઈ
 રાજ્યના હવામાનમાં મોટો પલટો! ત્રણ દિવસ વરસાદની આગાહી, ઠંડીનો ચમકારો વધશે
 રાજ્યના હવામાનમાં મોટો પલટો! ત્રણ દિવસ વરસાદની આગાહી, ઠંડીનો ચમકારો વધશે
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?

Embed widget