શોધખોળ કરો

Gir Somnath Rain: ગીર સોમનાથના વાતાવરણમાં આવ્યો પલટો, તુલસીશ્યામમાં ખાબક્યો વરસાદ

ગીર સોમનાથના તુલસીશ્યામમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ ખાબક્યો છે. ગીર ગઢડા તાલુકાના તુલસીશ્યામમાં કમોસમી વરસાદ વરસ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગીર સોમનાથ, દાહોદ, મહેસાણામાં કમોસમી વરસાદ ખાબક્યો.
  • અચાનક પલટો: બફારા બાદ વરસાદથી ખેડૂતો ચિંતિત.
  • સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય.

ગીર સોમનાથ :  રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગીર સોમનાથના તુલસીશ્યામમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ ખાબક્યો છે. ગીર ગઢડા તાલુકાના તુલસીશ્યામમાં કમોસમી વરસાદ વરસ્યો છે. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો હતો. 

જંગલ વિસ્તારોમાં અચાનક વરસાદ ખાબક્યો

તુલસીશ્યામ અને આસપાસના જંગલ વિસ્તારોમાં અચાનક વરસાદ ખાબક્યો છે.  અસહ્ય બફારા બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો.  અચાનક વરસેલા વરસાદથી ઉનાળુ પાકને નુકસાનની ભીતિ છે.  કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. હવામાન વિભાગ દ્વારા આજે વરસાદની આગાહી કરવામાં આવી હતી. 

રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આજે રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અનેક તાલુકાઓમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વાતાવરણમાં અચાનક પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી સિસ્ટમ સક્રિય થતા અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. 

રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદથી સામાન્ય લોકોને ગરમીમાં રાહત મળી છે, પરંતુ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.  પશુઓના ઘાસચારાના પાકને મોટાપાયે નુકસાન થવાની શક્યતા છે. 

રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો

હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેટલાક વિસ્‍તારોના વાતાવરણમાં પલટો આવ્‍યો હતો. ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ વરસ્યો છે. ‍ટેટ ઈમરજન્‍સી ઓપરેશન સેન્‍ટરના આંકડા પ્રમાણે, સવારે 6 થી 8 કલાક દરમિયાન દાહોદના ફતેપુરામાં વરસાદ વરસ્યો છે. 

આ સિવાય મહેસાણાના ખેરાલુ અને અરવલ્‍લીના મેઘરજ અને માલપુર સહિત શામળાજીના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્‍યો હતો. ખેરાલુ અને સતલાસણા પંથકમાં વહેલી સવારે આકાશમાં કાળા દિબાંગ વાદળો જોવા મળ્યા હતાં. દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મૉનસૂન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી સિસ્ટમ સક્રિય થતા કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે.  

આ પણ વાંચો- Gujarat Rain : કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

દાહોદ જિલ્‍લાના વાતાવરણમાં પલટો આવ્‍યો હતો.  દાહોદ, ઝાલોદ  સહિતના વિસ્‍તારોમાં ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો.  કમોસમી વરસાદે  ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.  સુરેન્‍દ્રનગર જિલ્‍લાના સાયલા તાલુકામાં પણ ગત મોડી સાંજે જોરદાર પવન ફૂંકાયો હતો. દિવસભરના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ સાયલા અને આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વરસાદ વરસ્યો હતો. 

રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદને કારણે બાગાયતી પાકને નુકસાન થવાની શક્યતા છે. હાલ ઉનાળામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે. 

ટોપ સ્ટોરી

રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
માતર-તારાપુર હાઈવે પર ભયાનક અકસ્માત: ઈકો અને રિક્ષાની ટક્કરમાં 3નાં મોત, 4 ગંભીર
માતર-તારાપુર હાઈવે પર ભયાનક અકસ્માત: ઈકો અને રિક્ષાની ટક્કરમાં 3નાં મોત, 4 ગંભીર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી ખર્ચનો હિસાબ કે મજાક ?
Hun To Bolish : હું તો બોલીશ : વકીલો અને મહેસૂલ કર્મચારીઓ નારાજ કેમ ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયો મોટો વિવાદ
Unjha Umiya Mataji Sansthan: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો, પૂર્વ IAS મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ
Gujarat Monsoon 2026: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 2018 બાદ સૌથી ઓછો વરસાદ, સૌરાષ્ટ્રમાં 23% ખાધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી
Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી
Embed widget