શોધખોળ કરો

Gujarat Rain Forecast:રાજ્યમાં ફરી થશે મેઘરાજાનું આગમન, આ જિલ્લામાં એલર્ટ જાહેર

Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ થતાં ફરી ગુજરાતમાં વરસાદનું આગામન થઇ શકે છે. જાણીએ ક્યાં જિલ્લાં વધુ વરસાદ પડશે....

Gujarat Rain Forecast:બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ થતાં ફરી ગુજરાતમાં મેઘરાજાનું  આગમન થઇ શકે  છે. હાલ નવરાત્રિનું પર્વ રાજ્યમાં ધામધૂમથી ઉજવાઇ રહ્યું છે. આ સ્થિતિમાં ફરી ગુજરાતમાં વરસાદનું આગમન ખૈલેયા માટે વિઘ્નરૂપ બની શકે છે. આવતીકાલે ચાર જિલ્લા અને સંઘપ્રદેશમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  આજે છ જિલ્લા અને સંઘપ્રદેશમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  આજે ભરૂચ, નર્મદા, તાપીમાં ભારે વરસાદ વરસી શકે છે.આજે નવસારી, વલસાડ, ડાંગમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આજે સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આજે અમદાવાદમાં પણ  ગાજવીજ સાથે હળવા વરસાદનું અનુમાન છે. કાલે સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાવમાં આવ્યું ચે. દમણ, દાદરાનગર હવેલીમાં કાલે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. આગામી દિવસોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને જોતા આ વિસ્તારના દરિયાખેડુને દરિયામાં ન ખેડવાની અપીલ કરાઇ છે.

આવતીકાલથી ફરી ખેલૈયાઓના રંગમાં ભંગ મેઘરાજા પાડી શકે છે. આવતીકાલથી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.  મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગમાં હળવા વરસાદનું અનુમાન છે. 28 સપ્ટેમ્બરના  અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો વરસ્યો 111 ટકા વરસાદ વરસ્યો છે.

બંગાળની ખાડીમાં એક સિસ્ટમ આકાર લઇ રહી છે. જેની અસરથી ફરી ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાયુ છે. બાદ તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને આ સિસ્ટમ આગળ વધશે. જો આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી વરસાદની શરૂઆત થશે, શનિવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. રવિવારથી આ સિસ્ટમ આગળ વધતાં મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ વધશે. બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ પહેલા મહારાષ્ટ્ર તરફ આગળ વધશે, જેથી મહારાષ્ટ્રમાં તેની વધુ અસર થશે. ડિપ્રેશન બન્યાં બાદ તે આગળ વધશે અને તેના કારણે શનિવાર બાદ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ જો આ સિસ્ટમ મહારાષ્ટ્ર પહોંચ્યાં બાદ નબળી પડશે તો ગુજરાતમાં ધાર્યા કરતા ઓછું વરસાદની શકયતા રહેશે એટલે કે વરસાદનું પ્રમાણ ઘટી જશે. આ સિસ્ટમની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર થશે. એટલે કે 29 અને 30 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે અને 30 સપ્ટેમ્બરની આસપાસ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે.

આ સિસ્ટમ મહારાષ્ટ્રથી પસાર થશે જેથી મુંબઇ સહિતના આસપાસના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા છે. જો આ સિસ્ટમ મધ્ય મહારાષ્ટ્ર સુધી પહોંચતા નબળી પડી જશે તો ગુજરાતમાં વરસાદની શક્યતા ઘટી જશે,  હાલના આંકલન મુજબ વલસાડ, તાપી, ડાંગ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં  ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, ભાગનગરમાં મધ્યમથી ભારે વરસાદની શકયતા છે. અમદાવાદ,ગાંધીનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા,પાટણ આ તમામ વિસ્તારમાં 29 અને 30 તારીખે કેટલાક વિસ્તારમાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે. ટૂંકમાં જો આ સિસ્ટમ મજબુતાઇથી આગળ વધશે તો 28 સપ્ટેમ્બરથી ગુજરાતમાં વરસાદી માહોલ ફરી જામશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

Embed widget