શોધખોળ કરો

Weather Forecast: આગામી ત્રણ કલાક આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Weather Forecast: ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી 3 કલાક માટે નાઉકાસ્ટ જાહેર કર્યું છે. રાજ્યના અનેક અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે

Weather Forecast: ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વચ્ચે હવામાન વિભાગે આગામી 3 કલાક માટે નાઉકાસ્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યના અનેક જિલ્લાઓમાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, પાટણ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગાજવીજ અને તેજ પવનને કારણે લોકોને સાવચેતી રાખવા હવામાન વિભાગે સૂચના આપી છે.ખાસ કરીને ખુલ્લા મેદાનોમાં કામ કરતા લોકો, ખેડૂતો તેમજ વાહનચાલકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. વીજળીના ચમકારા દરમિયાન વૃક્ષ નીચે આશરો ન લેવા અને સુરક્ષિત સ્થળે રહેવા સૂચન કરવામાં આવ્યું છે. કારણ કે, આ વરસાદમાં ગાજવીજ સાથે અને વીજળીના કડાકા સાથે પડે તેવી શક્યતા છે તો વીજળી પડે તેવો પણ અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે.  હવામાન વિભાગની આ આગાહી રાત્રે 1 વાગ્યા સુધી માન્ય રહેશે. આગામી કલાકોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવી શકે છે અને વરસાદી માહોલ સર્જાઈ શકે છે.

 રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. હવામાનમાં આવેલા પલટાને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો.રાજ્યના 18 તાલુકાઓમાં અડધાથી લઈને સવા ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં સૌથી વધુ સવા ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અરવલ્લીના મોડાસામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.પંચમહાલના શહેરા અને અરવલ્લીના ભિલોડામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત સાબરકાંઠાના વડાલી અને મહિસાગરના કડાણા તાલુકામાં પણ એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

મોરવા હડફ અને ધનસુરા તાલુકામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા તેમજ દાહોદ તાલુકામાં પણ પોણો ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.આ ઉપરાંત સાઠંબા, માલપુર અને વિજયનગરમાં અડધા ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. જ્યારે ક્વાંટ, બોડેલી, ઈડર, મેઘરજ અને શામળાજી સહિતના વિસ્તારોમાં પણ અડધો ઈંચ વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

ટોપ સ્ટોરી

'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Embed widget