શોધખોળ કરો

Gujarat Rain: બનાસકાંઠા, મહેસાણા અને પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં માવઠું,  બહુચરાજીમાં કરા સાથે વરસાદ 

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વહેલી સવારથી જ અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ છે.

બનાસકાંઠા:  હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વહેલી સવારથી જ અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ છે. બનાસકાંઠા, મહેસાણા અને પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં માવઠું પડ્યું છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. બહુચરાજીમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. હાલ ગુજરાતના અનેક શહેરોમાં વરસાદની માહોલ છવાયો છે. 

બનાસકાંઠાના સરહદી પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. સુઇગામના બેણપ સહિતના ગામમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. થરાદ અને વાવ પંથકમાં ઝરમર વરસાદ વરસ્યો છે. તો ધાનેરા પંથકમાં ઘનઘોર વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે. 

અમદાવાદ શહેરમાં જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં પણ ભારે પવન સાથે વરસાદની શરુઆત થઈ છે.  શહેરના બોપલ, શેલા, સાણંદ, એસજી હાઈવે, ઈસકોન, ગોતા, વૈષ્ણોદેવી સર્કલ, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. શહેરના સિંધુભવન રોડ પણ વરસાદ  વરસ્યો છે. શહેરના એસજી હાઈવે પર ધોધમાર વરસાદ વરસ્યો છે. 

ગાંધીનગર શહેરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરુઆત થઈ છે. હવામાન વિભાગ દ્વારા ગાંધીનગર જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી.  

રાજકોટમાં વરસાદ

રાજકોટમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. રાજકોટમાં વરસાદ વિલન બન્યો છે. વરસાદના કારણે સોસાયટી કે ખુલ્લા પ્લોટ, પાર્ટી પ્લોટમાં જે લોકોએ લગ્નનું આયોજન કર્યુ હતું ત્યાં મંડપ સહિતની તમામ વસ્તુઓ પલળી ગઈ છે. શહેરમાં એક જગ્યાએ તો લગ્ન મંડપ પણ ધરાશાયી થયો હતો. જેના સીસીટીવી સામે આવ્યા છે. લગ્નની સિઝનમાં કમોસમી વરસાદ વરસતા પરેશાન થયા છે.

પાટણમાં વરસાદ

પાટણ જિલ્લામાં વરસાદી માહોલ છે. પાટણ શહેર સહિત તાલુકામાં વરસાદ છે. પાટણ શહેરમાં પવન સાથે વરસાદ છે. પાટણનાં સંડેર, રૂની, હાજીપુર,ગોલાપુર સહિત ગ્રામ્યમાં વરસાદ છે. વરસાદી માહોલથી ખેડૂત ચિંતિત છે. ખેતરમાં ઉભા જીરું, ઘઉં, અજમો, સુવા સહીતના પાકોને નુકશાનની ભીતિ છે.

મધ્ય ગુજરાતના ખેડા, આણંદ,વડોદરા, છોટા ઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે.  પંચમહાલ, દાહોદ,મહીસાગર જિલ્લામાં પણ હવામાન વિભાગે વરસાદનું  યલો એલર્ટ આપ્યું છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
Gujarat Rain: ગુજરાતમાં આજે અહીં વરસશે વરસાદ, ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગની વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં આજે અહીં વરસશે વરસાદ, ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગની વરસાદની આગાહી
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર

વિડિઓઝ

Bhavnagar |  ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત
Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Embed widget