શોધખોળ કરો

Botad Rain: બોટાદ જિલ્લાના વાતાવરણમાં પલટો, કરા સાથે કમોસમી વરસાદ શરુ 

રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.

બોટાદ: રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે બોટાદ જિલ્લાના વાતાવરણમાં  પલ્ટો આવ્યો છે. સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ જિલ્લામાં અલગ-અલગ વિસ્તારમાં  કરા સાથે કમોસમી વરસાદ શરુ થયો છે. 

બોટાદ જિલ્લામાં કરા સાથે વરસાદ વરસ્યો 

બોટાદ તાલુકાના પાળીયાદ ગામ સહિત રાણપુર તાલુકાના રાણપુર સહિત મોટી વાવડી ગામે કમોસમી વરસાદ શરૂ થયો છે.  કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના જુવાર, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકને મોટાપાયે નુકશાન થવાની શક્યતા છે. 

ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો

ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  ભાવનગર જિલ્લામાં વાતાવરણ  અચાનક પલટો આવ્યો હતો.  વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ શરૂ થયો  છે.   ભાવનગર-રાજકોટ હાઇવે રોડ પર  સિહોર, સોનગઢ, સણોસરા સહિતના વિસ્તારના ગામોમાં  હળવો વરસાદ શરૂ થયો છે. 

વરસાદના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે. પરંતુ આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતા કરનારો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન થવાનો ખતરો છે. 

ભાવનગર શહેરમાં પણ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરુ થયો છે. બદલાયેલા વાતાવરણ વચ્ચે શહેરમાં ગાજવીજ સાથે હળવા છાંટા શરૂ થયા છે. 40 ડિગ્રીના તાપમાન વચ્ચે વરસાદી વાતાવરણના કારણે કાળઝાળ ગરમીથી લોકોએ આંશિક રાહત મળી છે. 

પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વ્યાપક વધારો થયો છે

આજે આ જિલ્લાઓમાં કરાઈ છે વરસાદની આગાહી

આજે સોમવાર  5મેના દિવસે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર અને બોટાદ સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી કરાઈ છે.     

આગામી પાંચ દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટશે. હાલ સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી પણ કરવામાં આવી છે. આજે પણ વરસાદને લઇ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 8મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ટોપ સ્ટોરી

નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી મૂળના પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા
ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી મૂળના પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!
સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
Embed widget