શોધખોળ કરો

Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 12 થી 16 જુલાઈ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો-છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 12 થી 16 જુલાઈ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો-છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે દરિયાકાંઠે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઇ શકે છે. વરસાદી સિસ્ટમ નબળી પડતાં આગામી 2 દિવસ વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા 94 ટકા વધુ વરસાદ ખાબક્યો છે.

7 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર

આજે રાજ્યના 7 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં આજે પણ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, વડોદરા અને ભરૂચમાં પણ મધ્યમ વરસાદ વરસી શકે છે. આગામી દિવસોમાં આ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે, જેના પગલે ખેતીની પાકને લાભ થશે.

આવનારા દિવસોમાં કયા જિલ્લાઓમાં કેવો વરસાદ?

12 જુલાઈ: મહીસાગર, દાહોદ, ભાવનગર, અમરેલી, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં 'યલો એલર્ટ' છે.
13 જુલાઈ: અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં 'યલો એલર્ટ' રહેશે.

14 જુલાઈ: બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં 'યલો એલર્ટ' ની આગાહી છે.
15 જુલાઈ: બનાસકાંઠા અને સાબરકાંઠામાં 'યલો એલર્ટ' રહેશે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાનું પ્રમાણ 12 જૂન સુધીમાં ઓછું રહેશે. જો કે દક્ષિણ ગુજરાતમાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે.બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર મધ્યપ્રદેશ બાજુ આગળ વધશે તો ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની જમાવટ થશે. 12થી 14 જુલાઇની આસપાસ ફરી એકવાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.  જયારે 12 અને 13 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત દરિયામાં ભારે કરંટ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફના કારણે ભારે વરસાદ વરસી શકે છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નવસારી, દમણ અને દાદરાનગર અને હવેલીમાં વરસાદ પડી શકે છે.  12 અને 13 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
Gujarat Rain: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 23 જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 23 જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
હવામાન વિભાગનું લેટેસ્ટ નાઉકાસ્ટ: આગામી 3 કલાક અમદાવાદ, સુરત સહિત 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગનું લેટેસ્ટ નાઉકાસ્ટ: આગામી 3 કલાક અમદાવાદ, સુરત સહિત 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
Embed widget