શોધખોળ કરો

રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં 90% તો રાજ્યમાં 80% વરસાદ પડ્યો

હવામાન વિભાગના મતે રાજસ્થાન પર સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આગામી 5 દિવસ પૂરા ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે. જો કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના અમૂક જિલ્લામાં ભારે વરસાદ વરસશે.

હવામાન વિભાગના મતે રાજસ્થાન પર સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. 27 અને 28 સપ્ટેમ્બરે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે. હવામાન વિભાગનું કહેવું છે કે સૌરાષ્ટ્ર-કચ્છમાં હવે નથી રહી વરસાદની ઘટ. ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદ થોડો ઓછો છે. આગામી દિવસોમાં આ ઘટ પણ પૂર્ણ થઈ જશે.

ગુજરાતમાં અત્યાર સુધી આ સીઝનમાં 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 90 ટકા વરસી ચૂક્યો છે વરસાદ. રાજ્યના 56 ડેમ છલોછલ ભરાઈ ચૂક્યા છે. હાલ રાજ્યના 83 ડેમ હાઈ એલર્ટ પર છે. તો 12 ડેમ એલર્ટ પર છે.

ભરૂચમાં બાઈક તણાઈ

ભરૂચમાં ભારે વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે..ફૂર્જા અને લંડન બજાર વિસ્તારમાં પાણી ભરાયા છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પરથી જાણે નદીઓ વહેતી હોય દેવા દ્રશ્યો જોવા મળ્યા ચે. પાણીનો પ્રવાહ એટલો બધો છે કે એક બાઈક પાણીમાં તણાઈ હતી. પાણીમાં તણાતી બાઈક બે લોકો તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાઈક રોકાતી નથી અને પાણીની પ્રવાહમાં વહેવા લાગે છે.  ત્યારે સામેથી આવતા એક વ્યક્તિ બાઈકને પકડને સામેની તરફ લઈ જાય છે.

કચ્છમાં વરસાદ

કચ્છ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સરહદી વિસ્તાર ખાવડામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક થઈ છે. નદી બે કાંઠે વહેતા અમુક રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ખાવડાથી ભુજના રસ્તા પર પાણી ભરાયા છે. જેના કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. ભુજ-નખત્રાણા-લખપત ધોરીમાર્ગ પાણી ભરાવાના કારણે ટ્રાફિક ખોરવાયો નગરની અંદરથી પસાર થતા માર્ગો પર પણ પાણી ફરી વળ્યા છે.

કચ્છ જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 77.82 ટકા વરસાદ વરસી ચુક્યો છે. અબડાસામાં સિઝનનો 67.35 ટકા, અંજારમાં સિઝનનો 121.13 ટકા, ભચાઉમાં સિઝનનો 75.06 ટકા, ભુજમાં 96.01 ટકા, ગાંધીધામમાં 86.08 ટકા, લખપતમાં સિઝનનો 42.89 ટકા માંડવીમાં સિઝનનો 69.18 ટકા, મુંદ્રામાં 72.66 ટકા, નખત્રાણામાં સિઝનનો 77.61 ટકા વરસાદ વરસી ચુક્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
જૂનાગઢ શિવરાત્રી મેળામાં કલાકારોના ખર્ચે વિવાદ: એક વર્ષમાં ₹7 લાખથી વધીને ₹1 કરોડથી વધુ! ઉતારા મંડળે માગ્યું શ્વેતપત્ર
જૂનાગઢ શિવરાત્રી મેળામાં કલાકારોના ખર્ચે વિવાદ: એક વર્ષમાં ₹7 લાખથી વધીને ₹1 કરોડથી વધુ! ઉતારા મંડળે માગ્યું શ્વેતપત્ર
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Embed widget