શોધખોળ કરો
Advertisement
જૂનાગઢ જિલ્લાના આ શહેરમાં માત્ર બે જ કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો, આજે ગુજરાતના કેટલા તાલુકાઓમાં નોધાયો વરસાદ? જાણો
છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 2 કલાકમાં જૂનાગઢના માળિયા હાટીનામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. માળિયા હાટીનામાં સૌથી વધુ પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.
છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 2 કલાકમાં જૂનાગઢના માળિયા હાટીનામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. માળિયા હાટીનામાં સૌથી વધુ પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાત જૂનાગઢના માંગરોળ અને ભાવનગરના મહુવામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું.
ગુજરાતમાં સવારથી લઈને અત્યાર સુધી 32 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળિયામાં પોણા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.
જૂનાગઢના માંગરોળ, ભાવનગરના મહુવા અને સુરતના ઓલપાડમાં સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત રાજ્યના 8 તાલુકાઓમાં અડધા ઈંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો.
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં માત્ર બે કલાકમા જ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. માળિયા હાટીનામાં પોણા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેને લઈને ખેતર અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં જ્યારે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
ગુજરાત
Advertisement