શોધખોળ કરો

Gujarat Rain: અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભુક્કા બોલાવશે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ 

ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં આજે પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અમદાવાદ: ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં આજે પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  રાજ્યમાં આવતા સપ્તાહથી વરસાદી સિસ્ટમ સક્રિય થશે.  હવામાન  વિભાગની આગાહી મુજબ નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી અને ડાંગમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમરેલી, ભાવનગર અને ગીર સોમનામાં પણ વરસાદી માહોલ રહેશે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર,  આજે 10 મી તારીખે અને 11મી અને 12મી તારીખે વેધર મેપ પ્રમાણે, અમરેલી, ભાવનગર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. 

ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

જ્યારે 13મી તારીખથી ફરી વરસાદનું જોર વધતું દેખાય છે. 13મીએ અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

જ્યારે 14મી તારીખે અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ઝડપથી ચોમાસુ આગળ વધી રહ્યું છે

હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઇને મોટી આગાહી કરી છે, રાજ્યમાં ઝડપથી ચોમાસુ આગળ વધી રહ્યું છે. દક્ષિણ ભારતમાંથી હવે ઉત્તર ભારતમાં ચોમાસું એન્ટ્રી મારશે.  તાજા અપડેટ પ્રમાણે, 12 થી 15 જૂને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.  ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે. 

આ વરસાદી સિસ્ટમ સર્જાવવા પાછળ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં લૉ પ્રેશર સિસ્ટમ જવાબદાર છે. આ ઉપરાંત 11 જૂનથી ચોમાસું સક્રિય થવાનું હવામાન વિભાગનું અનુમાન છે. જ્યારે 22 જૂન સુધીમાં ચોમાસું મોટાભાગના વિસ્તારોને આવરી લેશે.

ઉત્તર ભારતમાં ભીષણ ગરમી

ઉત્તર ભારતમાં ભીષણ ગરમી પડી રહી છે તો દક્ષિણ અને પૂર્વોત્તર રાજ્યોમાં ચોમાસુ સક્રિય થયું છે. ઉત્તર ભારત આ દિવસોમાં ભીષણ ગરમીની ઝપેટમાં છે. ખાસ કરીને દેશની રાજધાની દિલ્હી અને NCR આગની જેમ ગરમ થઈ રહ્યા છે. સોમવારે દિલ્હીમાં સરેરાશ તાપમાન 43.4 ડિગ્રી હતું, જ્યારે આયાનગરમાં મહત્તમ તાપમાન 45.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2-3 દિવસમાં દિલ્હીનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
Embed widget