શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ચોટીલાઃ ઘરે સૂતી 14 વર્ષની છોકરીને રાત્રે અઢી વાગ્યે ઉઠાડીને યુવકે વાડીએ લઈ જઈ બાંધ્યા શારીરિક સંબંધ, કોની-કોની સામે નોંધાઈ બળાત્કારની ફરિયાદ?
છોકરી સાથે શારીરિક સંબંધ બાંધનારા યુવકે છોકરીને લગ્નની લાલચ આપીને શારીરિક સંબધો બાંધ્યા હોવાથી યુવતીના પરિવારે આ યુવક અને તેને મદદ કરનારા તેના મિત્ર સામે બળાત્કારની ફરિયાદ ચોટીલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે
![ચોટીલાઃ ઘરે સૂતી 14 વર્ષની છોકરીને રાત્રે અઢી વાગ્યે ઉઠાડીને યુવકે વાડીએ લઈ જઈ બાંધ્યા શારીરિક સંબંધ, કોની-કોની સામે નોંધાઈ બળાત્કારની ફરિયાદ? Rape case registered against a young man in chotila ચોટીલાઃ ઘરે સૂતી 14 વર્ષની છોકરીને રાત્રે અઢી વાગ્યે ઉઠાડીને યુવકે વાડીએ લઈ જઈ બાંધ્યા શારીરિક સંબંધ, કોની-કોની સામે નોંધાઈ બળાત્કારની ફરિયાદ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/27211038/Rape-02.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર
ચોટીલાઃ ચોટીલા શહેરના પાળીયાદ રોડ પર રહેતી 14 વર્ષીય છોકરીના ઘરમાં ઘૂસીને મોડી રાત્રે અઢી વાગ્યે બે યુવકે ઉઠાડી હતી ને પછી તેને બાઈક પર વાડીએ લઈ ગયા હતા. આ પૈકી એક યુવકે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. છોકરી સાથે શારીરિક સંબંધ બાંધનારા યુવકે છોકરીને લગ્નની લાલચ આપીને શારીરિક સંબધો બાંધ્યા હોવાથી યુવતીના પરિવારે આ યુવક અને તેને મદદ કરનારા તેના મિત્ર સામે બળાત્કારની ફરિયાદ ચોટીલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
ચોટીલાના પાળીયાદ રોડ ઉપર રહેતી પરીવારની 14 વર્ષની છોકરી પરિવાર સાથે પોતાના ઘરે સુતી હતી ત્યારે મોડી રાત્રે અઢી વાગ્યાના અરસામાં ચોટીલા તાલુકાના અકાળા ગામે રહેતો વિજય કાળુભાઇ અને મહેશભાઇ તેના ઘરે આવ્યા હતા. બંનેએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કર્યું હતું અને બાઇક પર ઉઠાવી ગયા હતા.
બંને યુવકે છોકરીને ચોટીલા પાળીયાદ રોડ ઉપર આવેલી ચુનારાની ધાર વિસ્તારમાંથી વાંકાનેરના મેસરીયા વિસ્તારની સીમમાં વાડીએ લઇ ગયા હતા. વિજય કાળુભાઇએ વાડીમાં સગીરા સાથે શારીરિક સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. આ યુવક અને તેના મિત્રે મદદગારી કરી હોવાથી આ બંને યુવકો સામે અપહરણ કરી દુષ્કર્મ કર્યાની ચોટીલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ નોંધાઇ છે. આ બાબતની આગળની તપાસ ચોટીલા પોલીસ ચલાવી રહી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
અમદાવાદ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)