શોધખોળ કરો

Gujarat Election 2022: મતદાન કરાવવા જળમાર્ગે પહોંચ્યા ચૂંટણી અધિકારીઓ, મતદાન મથકને શણગારવામાં આવ્યું

Gujarat Assembly Election 2022: સોમવારે એટલે કે પાંચ તારીખે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. જેને લઈને ચૂંટણીપંચના અધિકારીઓ તૈયારીમાં લાગી ગયા છે. તમામ સામગ્રીઓ બુથ સુધી પહોંચાડવામાં આવી રહી છે.

Gujarat Assembly Election 2022: સોમવારે એટલે કે પાંચ તારીખે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. જેને લઈને ચૂંટણીપંચના અધિકારીઓ તૈયારીમાં લાગી ગયા છે. તમામ સામગ્રીઓ બુથ સુધી પહોંચાડવામાં આવી રહી છે.  આ કડીમાં હવે મહીસાગર વિધાનસભાની ચૂંટણીને લઈને સંતરામપુર વિધાનસભામાં રાઠડા બેટ ગામે કર્મચારીઓ જળ માર્ગે ચૂંટણીલક્ષી સામગ્રી લઈને પહોંચ્યા હતા.


Gujarat Election 2022: મતદાન કરાવવા જળમાર્ગે પહોંચ્યા ચૂંટણી અધિકારીઓ, મતદાન મથકને શણગારવામાં આવ્યું

રાઠડા બેટ ગામ કડાણા ડેમમાં પાણીની મધ્યમાં આવેલ છે. મતદાન પ્રક્રિયાને લઇ અને ચૂંટણીલક્ષી સામગ્રી સાથે કર્મચારીઓ હોડીમાં બેસી મતદાન મથકે પહોંચ્યા હતા. આદિવાસી વિસ્તારમાં આવેલ આ મતદાન મથકને આદિવાસી જીવન શૈલીને રજૂ કરતી વિવિધ આદિવાસી કળાઓથી સુશોભિત કરવામાં આવ્યું છે. રાઠવા બેટ ગામે 712 મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે. મતદારો મતદાન કરી શકે તે માટે જળ માર્ગે પણ વહીવટી તંત્ર રાઠડા બેટ ગામે પહોંચ્યું હતું. તેમની મધ્યમાં આવેલ હોવાના કારણે રાઠડાબેટ પર પહોંચવા માટે એકમાત્ર માર્ગ જળમાર્ગ છે. 

બીજા તબક્કાના મતદાન પહેલા પેટ્રોલ પંપ એસોસિએશનની મોટી જાહેરાત

અમદાવાદ સહિત 14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં થયેલા ઓછા મતદાનના કારણે બીજા તબક્કાના મતદાન પહેલા પેટ્રોલપંપ એસોસિએશન દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ મતદાનનું ચિહ્ન બતાવનારા મતદારોને એક લીટર પર એક રૂપિયા ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે. વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે એસોસિએશન દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી ફંડમાં મળેલા પૈસા ઘર ભેગા કર્યા હોવાનો કાર્યકર્તાએ લગાવ્યો આરોપ

સોમવારના રોજ બીજા તબક્કાનું મતદાન થવાનું છે. જો કે આ પહેલા કોંગ્રેસના ઉમેદવાર પર ચોંકાવનારા આરોપ લાગતા રાજકારણ ગરમાયું છે. સુરતના મજૂરાના કોંગ્રેસના ઉમેદવાર બલવંત જૈન સામે ચૂંટણી માટેનાં નાણાં ઘરે લઈ ગયાનો કાર્યકર્તાઓ દ્વારા આરોપ લગાવવામાં આવતા રાજકારણ ગરમાયું છે.  આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બલવંત જૈનને વિધાનસભાની ચૂંટણી લડવા માટે પાર્ટી દ્વારા 50 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. પરંતુ બલવંત જૈન દ્વારા માત્ર 20 લાખનો જ ખર્ચ કરાયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ દીપ નાયકને આ અંગે ફરિયાદ કરવામાં આવી છે. બલવંત જૈનને 50 લાખ રૂપિયાનું ચૂંટણી ફંડ આપવામાં આવ્યું હતું. પરંતુ તેમાંથી ઓછા નાણાંનો ખર્ચ કરવાની સાથે અન્ય નાણાં અંગત કામમાં લઈ લેવામાં આવ્યા હોવાના આક્ષેપો કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યા છે. જેથી કાર્યકરોની આ ફરિયાદ અંગે પ્રદેશ કોંગ્રેસમાં પણ જાણ કરવામાં આવી છે

ટોપ સ્ટોરી

કમોસમી વરસાદનો કહેર: ગીર અને રાજકોટમાં પાક બરબાદ, ખેડૂતોની દિવાળી બગડી; જુઓ સ્થિતિ
કમોસમી વરસાદનો કહેર: ગીર અને રાજકોટમાં પાક બરબાદ, ખેડૂતોની દિવાળી બગડી; જુઓ સ્થિતિ
માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ
માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ
Rajkot: રાજકોટ દારુ પાર્ટીમાં મોટો ખુલાસો, અમદાવાદની અભિનેત્રી સહિત મોટા ઉદ્યોગપતિઓ હતા સામેલ
Rajkot: રાજકોટ દારુ પાર્ટીમાં મોટો ખુલાસો, અમદાવાદની અભિનેત્રી સહિત મોટા ઉદ્યોગપતિઓ હતા સામેલ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના બજારોમાં સાવધાન ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂડિયા પકડાયા, બુટલેગર ક્યારે ?
Udhna Railway Station: દિવાળી અને છઠ્ઠ પૂજા માટે વતન જવા ઉમટ્યા હજારો લોકો, ઉધના સ્ટેશન પર ભીડ
CM Bhupendra Patel: વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય
Mehsana Video: પાટીદાર સંમેલનમાં પરેશ ધાનાણી અને નીતિન પટેલની રમૂજી ટકોરથી હાસ્યનું મોજું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો
મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો
બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ
બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ
માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ
માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ
કમોસમી વરસાદનો કહેર: ગીર અને રાજકોટમાં પાક બરબાદ, ખેડૂતોની દિવાળી બગડી; જુઓ સ્થિતિ
કમોસમી વરસાદનો કહેર: ગીર અને રાજકોટમાં પાક બરબાદ, ખેડૂતોની દિવાળી બગડી; જુઓ સ્થિતિ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
ભારત પાંચમી T20 હાર્યું: 191 રનનો સ્કોર ડિફેન્ડ ન કરી શક્યા બોલર્સ, જાણો હારના કારણો
ભારત પાંચમી T20 હાર્યું: 191 રનનો સ્કોર ડિફેન્ડ ન કરી શક્યા બોલર્સ, જાણો હારના કારણો
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
ધનતેરસ પર સોનામાં આકર્ષક રોકાણની સુવર્ણ તક: 1 લાખના ખર્ચ પર મેળવો 25% વધુ સોનું!
ધનતેરસ પર સોનામાં આકર્ષક રોકાણની સુવર્ણ તક: 1 લાખના ખર્ચ પર મેળવો 25% વધુ સોનું!
Embed widget