શોધખોળ કરો

Amreli Rain: અમરેલી જિલ્લામાં વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 

રાજ્યમાં બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 15થી વધારે જિલ્લામાં ગઈકાલે સોમવારે વરસાદ વરસ્યો હતો.  વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

અમરેલી: રાજ્યમાં બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 15થી વધારે જિલ્લામાં ગઈકાલે સોમવારે વરસાદ વરસ્યો હતો.  વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.  રાજ્યમાં સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગે અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.  

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરુ થયો છે.  ભારે પવન સાથે વરસાદના કારણે અનેક  વૃક્ષ ધરાશાયી થયા છે. અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે માવઠાનો માર યથાવત છે.  અમરેલી જિલ્લામાં આજે ભારે વરસાદનું રેડ એલર્ટ હવામાનવ વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. 

અમરેલી, સાવરકુંડલા, લીલીયા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે.  ખાંભા, રાજુલા સહિતના તાલુકામાં બરબાદીનો વરસાદ વરસ્યો છે. લીલીયા પંથકમાં વરસાદના પગલે નાવલી નદીમાં પાણી વહેતા થયા છે. સાવરકુંડલાના મોટા ભમોદરા, જાબાળ સહિતના વિસ્તારમાં માવઠું પડ્યું છે.  ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતાતૂર બન્યા છે.  વીજપડી, મેરિયાણામાં પણ ગાજવીજ સાથે  વરસાદ વરસી રહ્યો છે.  ધોધમાર વરસાદના પગલે રસ્તા પર ચોમાસાની જેમ પાણી
 વહેતા થયા છે.  સાવરકુંડલાના ભેકરા, નાની વડાલ, વીજપડી, બોરાલામાં વરસાદી ઝાપટા પડ્યા છે. ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે.  ખડાધાર,બોરાળા ગીદરડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. 
અમરેલી શહેરમાં પણ વીજળીના કડાકા સાથે ઝાપટા પડ્યા છે.  કેરી, ડુંગળી, બાજરી સહિતના ખેતી પાકોને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ છે.  રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પણ માવઠું પડ્યું છે. ડુંગર, માંડલ, ડોળિયા, બાલાપર સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. 

Amreli Rain: અમરેલી જિલ્લામાં વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 

ભાવનગરમાં કરા સાથે વરસાદ

ભાવનગર જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે. ભાવનગરમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે.   મહુવા તાલુકાના અનેક ગામડાઓમાં વરસાદ વરસ્યો છે.  સતત ત્રીજા દિવસે માવઠાના કારણે ઉનાળુ પાકને નુકસાન થવાની શક્યતા છે.  ડુંગળી, કેરી સહિતના પાકોને વ્યાપક નુકસાન થવાની સંભાવના છે.

ભાવનગરમાં સતત બીજા દિવસે તોફાની વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. તળાજા તાલુકામાં કરા સાથે  ધોધમાર કમોસમી વરસાદ પડ્યો છે.  અલંગ, મણાર, સોસીયા, ત્રાપજમાં કરા સાથે વરસાદ  ખાબક્યો હતો. વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ! બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ! બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
Gujarat Rain: ભારે વરસાદથી વાહન વ્યવહાર ખોરવાયો, 357 રસ્તા બંધ, 22 સ્ટેટ હાઈવે પણ પ્રભાવિત
Gujarat Rain: ભારે વરસાદથી વાહન વ્યવહાર ખોરવાયો, 357 રસ્તા બંધ, 22 સ્ટેટ હાઈવે પણ પ્રભાવિત

વિડિઓઝ

Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી
Gujarat Rain Red Alert : ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ , તૂટી પડશે અતિ ભારે વરસાદ
North Gujarat Rain : હવે ઉત્તર ગુજરાતમાં વરસાદનું દે ધનાધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર,કપરાડામાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર,કપરાડામાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્
Auto News: ફૂલ ચાર્જ પર 163 KM ની રેન્જ, હવે 264 ટકા વધ્યું આ ઈલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ
Auto News: ફૂલ ચાર્જ પર 163 KM ની રેન્જ, હવે 264 ટકા વધ્યું આ ઈલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ
Embed widget