શોધખોળ કરો

Sabarkantha: સાબરકાંઠાના આ ગામમાં 75 ટકા ઘરો પર લાગી સૉલાર રૂફટૉપ સિસ્ટમ, ગામની મંડળીમાંથી જ મળી ખેડૂતોને લૉન

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાનું તખતગઢ ગામ આમ તો 125 જેટલા મકાનો ધરાવતું આ ગામ મોટાભાગે ખેતી પર નિર્ભર છે,

Sabarkantha: સાબરકાંઠા જિલ્લાનું તખતગઢ ગામ જે ગામમાં 125 જેટલા મકાનો આવેલા છે જે પૈકીના 75 મકાનો ઉપર સોલર રૂફટોપ સિસ્ટમ લગાડવામાં આવી છે જોકે સોલર સિસ્ટમ લગાડવા માટે સ્થાનિક મંડળી દ્વારા લોન આપવામાં આવી છે, એ પણ સરળ વાર્ષિક હપ્તે આ લોન આપવામાં આવી છે જેના કારણે 75% મકાનો પર સોલર રૂફટોપ સિસ્ટમ લગાડવામાં સફળતા સાપડી છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાનું તખતગઢ ગામ આમ તો 125 જેટલા મકાનો ધરાવતું આ ગામ મોટાભાગે ખેતી પર નિર્ભર છે, ત્યારે ગામમાં સોલાર રૂફટોપ સિસ્ટમ લગાડવાની ચર્ચા થઈ પરંતુ દોઢ થી બે લાખ રૂપિયા ખર્ચે સોલાર રૂફટોપ સિસ્ટમ લગાડવી ગામના ખેડૂત પરિવારો માટે શક્ય નહોતું, જોકે ગામ લોકો દ્વારા સ્થાનિક આગેવાનો અને મંત્રીના ચેરમેન સરપંચ દ્વારા મંડળીમાંથી લોન આપવાની સુવિધા ઉભી કરવામાં આવી જેના કારણે ગામોમાં 75 જેટલા સિસ્ટમ લગાડવા માટે સફળતા સાપડી. સ્થાનિક સેવા સહકારી મંડળી દ્વારા એક વ્યક્તિને 1 લાખ 30 હજાર જેટલી લોન સાબરકાંઠા જ સહકારી બેંક થકી આપવામાં આવી હતી જેના કારણે આજે ગામમાં ૭૫ ટકા સોલાર સિસ્ટમ લાગી ચૂકી છે જેના કારણે લાઈટ બિલ માં મોટી રાહત મળી છે, સાથે જ જાવકમાં પણ ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે સાથે જ સૌર ઉર્જા થકી સરકારી વીજનો પણ વપરાશ ઘટ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા સોલાર સિસ્ટમમાં ફાયદો થાય અને સરકારના ઉર્જા વિભાગને પણ ઉત્પાદનમાં ફાયદો થાય તે માટે રૂફટોપ સિસ્ટમમાં સબસીડી પણ જાહેર કરવામાં આવી હતી, જોકે દોઢથી બે લાખ રૂપિયા જેટલો ખર્ચ હોવાના કારણે મધ્યમ વર્ગના પરિવારો પર ભારણ થતું હોય છે જોકે તખતગઢ ગામ પંચાયત અને ગામ દ્વારા સરાહનીય કામ કરવામાં આવ્યું જેમાં ગામમાં આવેલી સેવા સહકારી મંડળીને મધ્યસ્થી બનાવી અને સાબરકાંઠા જિલ્લા સહકારી બેંકમાંથી એક લાખ 30 હજાર રૂપિયા સુધીની લોન મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી જેના કારણે ગામમાં સોલર રૂફટોપ સિસ્ટમ લગાડી શકાય અને ખેડૂતોની સિઝન પ્રમાણે વર્ષ દરમિયાન એક સરળ હપ્તે લોન મળી રહે તેવી વ્યવસ્થા થકી આજે ગામોમાં ૭૫ ટકા સોલર રૂફટોપ સિસ્ટમ લગાડવામાં ગામના આગેવાનોને સફળતા મળી છે એટલું જ નહીં પરંતુ સોલર રૂફટોપ સિસ્ટમ લગાવ્યા પછી વીજબીલ ભરવાનું થતું નથી જોકે વાર્ષિક વીજ બીલ જે આવતું હોય છે તેમાં યુનિટ વપરાશ કરતા વધુ જમા હોય છે જેના કારણે દ્વારા વર્ષ દરમિયાન વપરાશ કરતા વધારાના યુનિટના પૈસા પણ પરત મળતા હોય છે તખતગઢ ગામના ખેડૂત પરિવારોને બમણો ફાયદો જોવા મળી રહ્યો છે.

એક તરફ રાજ્ય સરકાર રાજ્યના લોકો માટે અનેક સહાયતા રૂપ યોજનાઓ જાહેર કરતી હોય છે પરંતુ કેટલીક વિસંગતતાઓના કારણે પુરા પ્રમાણે લોકો લાભ લઈ શકતા નથી તેવું જ આ ગામમાં બન્યું હતું પરંતુ ગામ લોકો અને સ્થાનિક મંડળીના સહયોગથી આજે સંગતતાઓ દૂર થઈ અને ગ્રામજનોને સોલાર રુપટોપ સિસ્ટમનો લાભ મળી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
Embed widget