શોધખોળ કરો

Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, સાવરકુંડલા-ધારી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ 

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. રાજ્યના હવામાન વિભાગે પોતાના નાઉકાસ્ટમાં અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ, ઓરેન્જ એલર્ટ જાહેર.
  • સાવરકુંડલા, ધારીમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત.
  • વરસાદથી મગફળી, કપાસ સહિતના પાકોને સારો ફાયદો.
  • રાજકોટ, બોટાદને પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ.

Amreli Rainfall:  હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. રાજ્યના હવામાન વિભાગે પોતાના નાઉકાસ્ટમાં અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સાંજે 4 વાગ્યા સુધી અમરેલી જિલ્લામાં વરસાદની શક્યતા છે.  લાઠી બાદ હવે સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સાવરકુંડલા પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર જોવા મળી રહી છે. શહેર ઉપરાંત આસપાસના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાયા છે.

સાવરકુંડલા પંથકમાં સતત ત્રીજા દિવસે વરસ્યો વરસાદ

સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. ઘોબા, પીપરડી, મોટા ભમોદ્રા સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ધોધમાર વરસાદ પડતાં ખેતરો પાણીથી તરબોળ થયા છે. સતત પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદથી મગફળી, કપાસ, સોયાબીન, ડુંગળી સહિતના વિવિધ પાકોને ફાયદો થવાની આશા છે. ખેતી માટે જરૂરી સમયે વરસાદ થતાં ખેડૂતોને પાકમાં ફાયદો થવાની શક્યતા છે.

ધારી-ગીર પંથકમાં મેઘમહેર

અમરેલી જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ધારી અને ગીર પંથકમાં વરસાદ શરૂ થયો છે. ધારી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ધારી તાલુકાના હુડલી, મોરઝર, ગરમલી સહિતના ગામોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે ખેતરોમાં પાણી પહોંચ્યું છે. કપાસ અને મગફળી જેવા પાકોને પણ આ વરસાદથી મોટો ફાયદો થવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ

સાવરકુંડલા અને ધારી સહિત અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સતત વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જ્યારે ખેડૂતોમાં પણ સારા વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.  

હવામાન નાઉકાસ્ટ

સાંજે 4 વાગ્યા સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. રાજકોટ, બોટાદ અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  જ્યારે 23 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.                

Advertisement

ટોપ સ્ટોરી

હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ: 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ: 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
Ahmedabad: AMCમાં એસ્ટેટ વિભાગના હપ્તારાજનો પર્દાફાશ! લારીધારકો પાસેથી ઉઘરાણા, બે કર્મચારી સસ્પેન્ડ
Ahmedabad: AMCમાં એસ્ટેટ વિભાગના હપ્તારાજનો પર્દાફાશ! લારીધારકો પાસેથી ઉઘરાણા, બે કર્મચારી સસ્પેન્ડ
Vadodara: રેગિંગકાંડનો મોટો ખુલાસો! વિદ્યાર્થીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, આજે એન્ટી રેગિંગ કમિટીની બેઠક
Vadodara: રેગિંગકાંડનો મોટો ખુલાસો! વિદ્યાર્થીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, આજે એન્ટી રેગિંગ કમિટીની બેઠક
Gujarat BJP: વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ એક્શન મોડમાં, 182 બેઠકો પર મોકલશે 2-2 સેવાદૂત
Gujarat BJP: વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ એક્શન મોડમાં, 182 બેઠકો પર મોકલશે 2-2 સેવાદૂત
Advertisement

વિડિઓઝ

Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી
Vadodara Gotri Medical College News: વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં રેગિંગ કેસ મામલે મોટો ખુલાસો
Peru: અલ નિનોના ભારે વરસાદથી પેરૂનાં પિઉરામાં પૂર, 2,000 પરિવાર પ્રભાવિત
Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું
Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી
Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી
Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ
Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ
PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ
PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
Embed widget