શોધખોળ કરો

સવર્ણો પર વિવાદિત નિવેદનને લઈ શંકરસિંહ વાઘેલાનો પલટવાર: 'જિંદગીમાં માફી માંગવાનો સવાલ જ નથી!'

અનામત વિરોધી ભાજપ સરકાર પર પ્રહાર કરતા પૂર્વ સીએમ વાઘેલા પોતાના નિવેદન પર અડગ; બ્રહ્મ સમાજમાં ભારે રોષ અને ઉગ્ર આંદોલનની ચીમકી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • શંકરસિંહ વાઘેલાના સવર્ણ સમાજ અંગેના નિવેદને રાજકીય વિવાદ જગાવ્યો.
  • તેમણે અનામતને ઐતિહાસિક અન્યાય સાથે જોડી નિવેદનનો બચાવ કર્યો.
  • બ્રહ્મ સમાજે વાઘેલાને મેલું ઉપાડવાનો પડકાર આપતા ઉગ્ર વિરોધ કર્યો.
  • નિવેદન પાછું ખેંચી માફી નહીં માંગે તો આંદોલનની ધમકી.

Shankersinh Vaghela controversial statement: ગુજરાતના રાજકારણમાં હંમેશાં પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સવર્ણ સમાજ અંગે કરેલી ટિપ્પણીઓ બાદ રાજકીય માહોલ ગરમાયો છે. ત્રણ મુખ્ય સમાજોને લઈને આપેલા વિવાદિત નિવેદન બાદ જ્યારે તેમની ચારેતરફ ટીકા થવા લાગી, ત્યારે વાઘેલાએ સ્પષ્ટતા કરતા પીછેહઠ કરવાનો સાફ ઇનકાર કરી દીધો છે. તેમણે આક્રમક અંદાજમાં કહ્યું છે કે પોતે કોઈ પણ સમાજના વિરોધી નથી, પરંતુ જિંદગીમાં ક્યારેય આ મુદ્દે માફી માંગવાનો તો કોઈ સવાલ જ ઊભો થતો નથી.

'મેં ડંકાની ચોટ પર વાત કહી છે'

પોતાના નિવેદનનો બચાવ કરતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "મારી ગઈકાલની વાતનું વિના કારણ મોટું બવંડર ઊભું કરવામાં આવ્યું છે. ભાજપના લોકો મારા નિવેદનનો સાચો અર્થ સમજ્યા વગર જ મારી પાછળ મંડી પડ્યા છે." વાઘેલાએ ભારપૂર્વક ઉમેર્યું હતું કે, "હું જે બોલ્યો છું, તે ડંકાની ચોટ પર જ બોલ્યો છું. મારું નિવેદન વાસ્તવમાં અનામત વિરોધી સરકારના સંદર્ભમાં હતું, કારણ કે હાલની ભાજપ સરકારને અનામતવાળા લોકો બિલકુલ ગમતા નથી. વર્ષો પહેલાં જે સમાજે મેલું ઉપાડવાનું અતિ કપરું કામ કર્યું છે, આજે મળતું અનામત એ ખરા અર્થમાં તેમનું વળતર છે."

શું હતો સમગ્ર વિવાદ?

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલા એક કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલાએ ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે, "જો પટેલ, વાણિયા કે બ્રાહ્મણ સમાજના લોકો મેલું ઉપાડે તો હું તેમને 50 હજાર રૂપિયા રોકડા આપીશ." આ સાથે તેમણે આદિવાસી સમાજની દયનીય સ્થિતિ અને તેમને સદીઓથી થયેલા અન્યાયનો ઉલ્લેખ કરીને અનામત વ્યવસ્થાને સંપૂર્ણપણે વ્યાજબી ઠેરવી હતી.

બ્રહ્મ સમાજનો રોષ: 'બાપુ મેલું ઉપાડે તો 5 લાખ આપીશું'

શંકરસિંહના આ નિવેદન બાદ સમગ્ર બ્રહ્મ સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. પ્રદેશ બ્રહ્મ સમાજના કન્વીનર યજ્ઞેશ દવેએ આકરા શબ્દોમાં પલટવાર કરતા જણાવ્યું હતું કે, "બાપુનું વ્યક્તિત્વ હંમેશાં વિવાદિત જ રહ્યું છે. આપણા દેશમાં મેલું ઉપાડવાની પ્રથા પર કાયદાકીય પ્રતિબંધ છે. શંકરસિંહે બીજાને શિખામણ આપવાને બદલે પોતાના ઘરથી જ શરૂઆત કરવી જોઈએ. જો શંકરસિંહ વાઘેલા મારા ઘરનું મેલું ઉપાડવા તૈયાર હોય, તો હું તેમને દર મહિને 5 લાખ રૂપિયા આપીશ."

બ્રહ્મ સમાજના અન્ય એક અગ્રણી હિરેન જોશીએ પણ આ નિવેદનની આકરી નિંદા કરી હતી. તેમણે આક્ષેપ કર્યો કે વાઘેલા માત્ર મીડિયાની લાઈમલાઈટમાં રહેવા માટે જ્ઞાતિઓ વચ્ચે વર્ગવિગ્રહ કરાવતા નિવેદનો આપે છે. માત્ર ચૂંટણી સમયે જ દેખાતા નેતાઓ આવા નિવેદનો આપે છે. જો તેઓ પોતાનું નિવેદન પાછું ખેંચીને જાહેર માફી નહીં માંગે તો તમામ સમાજના અગ્રણીઓ એકઠા થઈને ઉગ્ર આંદોલન છેડશે.

Frequently Asked Questions

શંકરસિંહ વાઘેલાએ કયું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું?

તેમણે કહ્યું હતું કે જો પટેલ, વાણિયા કે બ્રાહ્મણ સમાજના લોકો મેલું ઉપાડે તો તેઓ તેમને ₹50,000 રોકડા આપશે. આ નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો હતો.

પોતાના નિવેદન અંગે શંકરસિંહ વાઘેલાએ શું સ્પષ્ટતા કરી?

તેમણે માફી માંગવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે તેઓ કોઈ સમાજના વિરોધી નથી. તેમનું નિવેદન અનામત વિરોધી ભાજપ સરકારના સંદર્ભમાં હતું, કારણ કે અનામત એ મેલું ઉપાડનારનું વળતર છે.

બ્રહ્મ સમાજે શંકરસિંહ વાઘેલાના નિવેદન પર કેવી પ્રતિક્રિયા આપી?

બ્રહ્મ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. યજ્ઞેશ દવેએ તેમને પોતાના ઘરથી શરૂઆત કરવા કહ્યું અને જો તેઓ મેલું ઉપાડે તો 5 લાખ રૂપિયા આપવાની ઓફર કરી.

Advertisement

ટોપ સ્ટોરી

Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
Embed widget