શોધખોળ કરો

ગુજરાત દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનો સફળ અમલ કરનાર પ્રથમ રાજ્ય, અત્યાર સુધી 350થી વધુ કરોડ રૂપિયા ફાળવ્યા

ડિસેમ્બર 2024 સુધીમાં ગુજરાતના 12,500થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા મળી હતી

ગુજરાતમાં અત્યાર સુધીમાં 12,500થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા આપવામાં આવી છે. રાજ્યને સતત 4 વર્ષ સુધી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં "બેસ્ટ પરફોર્મર" એવોર્ડ એનાયત  કરવામાં આવ્યો છે. રાજ્યમાં હેલ્થકેર અને લાઇફસાયન્સ, આઇટી સેવાઓ તથા કૃષિ જેવા ટોચના ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે. ભારત કુલ 118 યુનિકોર્ન થકી સ્ટાર્ટઅપનું હબ બન્યું છે. iCreate દ્વારા 553થી વધુ સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે. રાજ્ય સરકારે “ગુજરાત યંગ આંત્રપ્રિન્યોર્સ વેન્ચર ફંડ”માં અત્યાર સુધીમાં ૩૫૦ રૂપિયા કરોડ ફાળવ્યા હતા.

દેશમાં વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે “સ્ટાર્ટઅપ ઈન્ડિયા”ની પહેલ કરી હતી. સ્ટાર્ટઅપ એ તકનીકી પ્રગતિ, રોજગાર સર્જન અને આર્થિક સશક્તિકરણ થકી આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ગુજરાતમાં 12,779 જેટલા સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે. ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં 33 ગણા વધારા સાથે સ્ટાર્ટઅપ્સની સંખ્યા 4200થી વધીને 1,54,719 જેટલી થઈ છે. આ ઉપરાંત ભારત કુલ 118 યુનિકોર્ન થકી સ્ટાર્ટઅપનું હબ બન્યું છે. વધુમાં સ્ટાર્ટઅપ માટેનું ભંડોળ 450 બિલિયન ડોલરથી વધુનું થયું છે તથા સહાયક સ્ટાર્ટઅપ નીતિઓ ધરાવતા રાજ્યોની કુલ સંખ્યા 31 જેટલી થઈ છે.

સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અંતર્ગત ડિસેમ્બર 2024 સુધીમાં ગુજરાતના 12,500થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા મળી હતી. હાલમાં અમદાવાદમાં 5269, સુરતમાં 1903, વડોદરામાં 1344, રાજકોટમાં 1172, ગાંધીનગરમાં 601 જેટલા સ્ટાર્ટઅપ્સ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં હેલ્થકેર અને લાઇફસાયન્સમાં 1343, આઇટી સેવાઓમાં 1186 તથા કૃષિમાં 819 જેવા ટોચના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. ગુજરાત સરકાર દ્વારા “ગુજરાત યંગ આંત્રપ્રિન્યોર્સ વેન્ચર ફંડ” સેટઅપ કરવામાં આવ્યું છે, જેમાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં અંદાજે 350 રૂપિયા કરોડનો ફાળો આપ્યો છે. દેશના છેવાડાના વિસ્તાર સુધી ઉદ્યોગ સાહસિકો સ્ટાર્ટઅપ થકી આત્મનિર્ભર બને અને મોટા પ્રમાણમાં રોજગારનું સર્જન થાય તે માટે દર વર્ષે 16 જાન્યુઆરીના રોજ “રાષ્ટ્રીય સ્ટાર્ટ અપ દિવસ” ઉજવવામાં આવે છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતના નેતૃત્વમાં ગુજરાત પણ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં મહત્વનો ફાળો આપતું રાજ્ય બન્યું છે. જેના પરિણામે વર્ષ 2017માં ગુજરાતને સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોગ્રામના અસરકારક અમલીકરણ માટે “Prime Minister Award for Excellence in Public Administration in 2017” એવોર્ડ મળ્યો હતો. તદ્ઉપરાંત રાજ્યને સતત 4 વર્ષ એટલે કે 2018, 2019, 2020-21, અને 2022 સુધી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં "બેસ્ટ પરફોર્મર" એવોર્ડ પણ મળ્યો હતો.

રાજ્યના યુવાનોને સ્ટાર્ટઅપ ક્ષેત્રે મહત્તમ પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા પીપીપી ધોરણે iCreate સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે, જેને વર્ષ 2020માં ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર માટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. તાજેતરમાં બેંગ્લોરમાં આયોજિત ગ્લોબલ ક્લીન મોબિલિટી સમિટના ભાગરૂપે iCreateને “ઇમ્પેક્ટ ઇન્ક્યુબેટર ઓફ ધ યર 2024”થી સન્માનિત કરવામાં આવ્યું હતું. iCreate દ્વારા 553થી વધુ સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે. વધુમાં iCreate એન્જલ ફંડમાંથી 1૦૦ કરોડ રૂપિયાનો ઉપયોગ સ્ટાર્ટઅપ્સને વિકસાવવામાં કરવામાં આવી રહ્યો છે.  

ટોપ સ્ટોરી

બનાસ ડેરીની સાધારણ સભામાં પશુપાલકો માટે મોટી જાહેરાત, ભાવફેરના 2239.27 કરોડ ચૂકવાશે
બનાસ ડેરીની સાધારણ સભામાં પશુપાલકો માટે મોટી જાહેરાત, ભાવફેરના 2239.27 કરોડ ચૂકવાશે
સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે AAP નેતા ઈસુદાન ગઢવી બેસશે અનિશ્ચિતકાળના ધરણા પર
સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે AAP નેતા ઈસુદાન ગઢવી બેસશે અનિશ્ચિતકાળના ધરણા પર
Amreli News: દૂધાળા ગામે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ
Amreli News: દૂધાળા ગામે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ
Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
Ambalal Patel Prediction : સપ્ટેમ્બરમાં કેવો પડશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બનાસકાંઠામાં ગ્રીન રેવોલ્યુશન!
Hun To Bolish : હું તો બોલીશ : અઘરું બન્યું અમેરિકા!
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદ ખેંચાયો, સ્થિતિ કેટલી ગંભીર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Flash Floods : નેપાળમાં વિનાશક પૂર, જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો ગૂમ, 207નાં મૃત્યુ
Nepal Flash Floods : નેપાળમાં વિનાશક પૂર, જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો ગૂમ, 207નાં મૃત્યુ
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 300 થી વધુ ભારતીયો ગુમ, જાણો કયા રાજ્યના કેટલા?
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 300 થી વધુ ભારતીયો ગુમ, જાણો કયા રાજ્યના કેટલા?
Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા
Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા
Ankit Balian: હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની હત્યા; 4 હુમલાખોરોએ 14 ગોળી ધરબી દીધી
Ankit Balian: હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની હત્યા; 4 હુમલાખોરોએ 14 ગોળી ધરબી દીધી
Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા
સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે AAP નેતા ઈસુદાન ગઢવી બેસશે અનિશ્ચિતકાળના ધરણા પર
સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે AAP નેતા ઈસુદાન ગઢવી બેસશે અનિશ્ચિતકાળના ધરણા પર
Amreli News: દૂધાળા ગામે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ
Amreli News: દૂધાળા ગામે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ
'Toxic' box office collection: 100 કરોડના ક્લબમાં 'ટૉક્સિક'ની એન્ટ્રી, KGF 2ને પાછળ છોડી
'Toxic' box office collection: 100 કરોડના ક્લબમાં 'ટૉક્સિક'ની એન્ટ્રી, KGF 2ને પાછળ છોડી
Embed widget