શોધખોળ કરો

ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, હવે મળશે આ લાભ, જાણી લો

ફિક્સ પગાર કર્મચારીઓને વધારાના ચાર્જના એલાઉન્સમાં રાજ્ય સરકાર દ્વારા નવો નિર્ણય કરવામાં આવ્યો છે. બે જવાબદારી સંભાળવા માટે કુલ 15% ભથ્થું મળશે.

ગાંધીનગર :  ફિક્સ પગાર કર્મચારીઓને વધારાના ચાર્જના એલાઉન્સમાં રાજ્ય સરકાર દ્વારા નવો નિર્ણય કરવામાં આવ્યો છે. બે જવાબદારી સંભાળવા માટે કુલ 15% ભથ્થું મળશે. 2021 પછીના કર્મચારીઓને આ લાભ મળશે. સીધી ભરતીમાં નિમણૂક પામેલા ફિક્સ પગારના કર્મચારીઓને હવે ચાર્જ એલાઉન્સ મળશે. ફિક્સ પગારના કર્મચારીઓને 5થી10 ટકા  ચાર્જ એલાઉન્સ મળશે. ફરજ કરતા વધારાનો હવાલો સાંભળતા ફિક્સ પગારના કર્મચારીઓને આ ચાર્જ એલાઉન્સ મળશે. રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા આ અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. 

આ પરિપત્રમાં જણાવ્યા મુજબ,  નાણા વિભાગના તારીખ 16/02/2006ના ઠરાવ અંતર્ગત રાજય સરકારની કચેરીઓ ખાતે વર્ગ-3 અને વર્ગ-4 ની સીધી ભરતીની જગ્યાઓ ઉપર નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂંક પામેલ ફીકસ પગારના કર્મચારીઓને સંદર્ભ ક્રમાંક-(1) થી (3) સામેના ઠરાવો/પરિપત્રથી કરેલ સ્પષ્ટતા મુજબ વધારાની કામગીરી માટે મહેનતાણા અંગેની જોગવાઈ થયેલ છે.

હાલમાં રાજય સરકારના ફીકસ પગારના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને સંદર્ભક્રમાંક-(1) થી (3) માં થયેલ જોગવાઇ મુજબ તા. 20/10/2015ના ઠરાવથી નકકી કરવામાં આવેલ ફીકસ પગાર ઉપર વધારાનું મહેનતાણું (ચાર્જ એલાઉન્સ) ચૂકવવામાં આવે છે.

ફીકસ પગારના વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મચારીઓ માટે સંદર્ભ ક્રમાંક-(1) માં દર્શાવેલ તા.20/10/2015 ના ઠરાવથી નકકી કરવામાં આવેલ ફીકસ પગારમાં સંદર્ભ ક્રમાંક-(4) સામેના ઠરાવથી સુધારો કરવામાં આવેલ છે, પરંતુ ચાર્જ એલાઉન્સ હાલમાં પણ તા.20/10/2015 ના ઠરાવથી નકકી કરવામાં આવેલ ફીકસ પગાર મુજબ ગણતરી કરીને ચુકવવામાં આવે છે. આથી, ફીકસ પગારના કર્મચારીઓમાં કામ કરવાનો ઉત્સાહ જળવાઈ રહે તે હેતુથી ફીકસ પગારના વર્ગ-3અને વર્ગ-4 ના કર્મચારીઓને સોપવામાં આવેલ સમાન અથવા ઉપલી જગ્યાના વધારાના હવાલા માટે મળવાપાત્ર ચાર્જ એલાઉન્સમાં સુધારો કરવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

ફીકસ પગારના કર્મચારીઓને મળવાપાત્ર ચાર્જ એલાઉન્સ માટે સંદર્ભ ક્રમાંક: (1) થી (3) ના ઠરાવો/પરિપત્રથી નિયત થયેલ જોગવાઈ રદ્દ કરીને તેમાં સુધારો કરવામાં આવે છે. નાણા વિભાગના તારીખ 16/02/2006ના ઠરાવથી ફિક્સ પગારની નીતિ અંતર્ગત રાજય સરકારની કચેરીઓ ખાતે વર્ગ-3 અને વર્ગ-4ની સીધી ભરતીની જગ્યાઓ ઉપર નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલ ફીકસ પગારના કર્મચારીઓને સમાન અથવા ઉપલી જગ્યાનો વધારાનો હવાલો સોંપવામાં આવે તો આ ફિક્સ પગારના કર્મચારીઓને મળવાપાત્ર પ્રવર્તમાન મહેનતાણાના અનુક્રમે 5થી10 ટકા  ચાર્જ એલાઉન્સ મળશે. આ પરિપત્રનો અમલ પરિપત્ર પ્રસિદ્ધ થયા તારીખથી કરવાનો રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Rain: ગુજરાતમાં આવતીકાલથી મેઘરાજાની નવી ઇનિંગ્સ, શનિ-રવિ સાર્વત્રિક વરસાદનું યલો એલર્ટ
Gujarat Rain: ગુજરાતમાં આવતીકાલથી મેઘરાજાની નવી ઇનિંગ્સ, શનિ-રવિ સાર્વત્રિક વરસાદનું યલો એલર્ટ
Analog Paneer: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજ્યભરમાં તંત્ર થયું દોડતું, એક જ દિવસમાં 156 એકમો પર દરોડા
Analog Paneer: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજ્યભરમાં તંત્ર થયું દોડતું, એક જ દિવસમાં 156 એકમો પર દરોડા

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
CNG, PNG માં હવે બાયોગેસ ભેળવશે સરકાર, કેબિનેટે મંજૂર કરી 23 હજાર કરોડની યોજના
CNG, PNG માં હવે બાયોગેસ ભેળવશે સરકાર, કેબિનેટે મંજૂર કરી 23 હજાર કરોડની યોજના
Embed widget