શોધખોળ કરો

નારાયણ સાઈ સામેના કેસમાં સુરતની કોર્ટે શું કર્યો મોટો હુકમ ? જાણો વિગત

નારાયણ સાંઈ સામે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાધિકા બળાત્કાર કેસની તપાસ સાથે સંકળાયેલી વિવિધ એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓને રૂપિયા 13 કરોડની લાંચ આપવાની ગોઠવણ કરાઈ હોવાની વાતનો પર્દાફાશ સુરત ક્રાઈમ બ્રાંચે કર્યો હતો.

સુરતઃ સાધિકા પર બળાત્કારના  કેસમાં જેલબેગા થયેલા નારાયણ સાંઈ તથા અન્યો વિરૂધ્ધ સુરત ક્રાઈમ બ્રાંચમાં નોંધાયેલા રૂપિયા 13 કરોડની લાંચનો કેસ અમદાવાદ ગ્રામ્યની ખાસ અદાલતમાં ટ્રાન્સફર કરવા કોર્ટે આદેશ કર્યો છે. આ માગમી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા કરાઈ હતી. આ માગણી એસીબીની ખાસ અદાલતના એડીશનલ  સેશન્સ જજ ડી.પી.ગોહીલે મંજૂર રાખતાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટની જોગવાઈ મુજબ સુરત ડીસીબી પોલીસમાં નોંધાયેલા તથા એસીબી કોર્ટમાં ચાલતા કેસો હવે અમદાવાદ ગ્રામ્યની પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલશે.

નારાયણ સાંઈ સામે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાધિકા બળાત્કાર કેસની તપાસ સાથે સંકળાયેલી વિવિધ એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓને રૂપિયા 13 કરોડની લાંચ આપવાની ગોઠવણ કરાઈ હોવાની વાતનો પર્દાફાશ સુરત ક્રાઈમ બ્રાંચે કર્યો હતો.

આરોપી નારાયણ સાંઈના ઈશારે સુરત ક્રાઈમ બ્રાંચના તત્કાલીન પીએસઆઈ ચંદુ મોહન કુંભાણી, સાધક કૌશિક પોપટલાલ વાણી, બિલ્ડર કેતન પટેલ તથા અન્ય સાત જેટલા આરોપીઓ વિરૂધ્ધ 13 કરોડની લાંચનો વધુ એક ગુનો દાખલ થયો હતો. આ પૈકી 8.10 કરોડની લાંચની રકમ આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવી હતી. અમદાવાદ સ્થિત આસારામના આશ્રમમાંથી મિલકત સંબંધી દસ્તાવેજી પુરાવાના 42 પોટલામાંથી ખોટા બિન ઉપયોગી દસ્તાવેજી પોટલા રજુ કરી આરોપીને બચાવવા ઉપરાંત તપાસ ઢીલી કરવાનો કારસો રચવામાં આવ્યો હતો.

સુરત સ્થિત ઈ.ડી.ના આસિસ્ટન્ટ  ડાયરેકટર દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એકટની કલમ-44 મુજબ સુરત ક્રાઈમ બ્રાંચમાં મુખ્ય આરોપી નારાયણ સાંઈ સહિત અન્ય આરોપીઓ વિરુધ્ધ નોંધાયેલા લાંચના કેસોને અમદાવાદની ડેઝીગ્નેટેડ કોર્ટમાં ટ્રાન્સફર કરવા અરજી કરાઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર

નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર

ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી

વિડિઓઝ

Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
Surat School Holiday : ભારે વરસાદની આગાહીને પગલે સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 

સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા

એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ

એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?

Embed widget