શોધખોળ કરો

TAPI : વિધિના બહાને યુવતી સાથે શારીરિક અડપલા કરનાર પાખંડી ભુવાની ધરપકડ

Tapi News : પોલીસે પાખંડી ભુવાને ઝડપી લઈ અન્ય કોઈ મહિલા કે યુવતી આ પાખંડીનો ભોગ બની છે કે નહીં એ દિશામાં તપાસ શરૂ કરી છે.

TAPI : તાપી જિલ્લાની ડોલવણ પોલીસે એક પાખંડી ભુવાની ધરપકડ કરી છે. આ પાખંડી ભુવાએ માનતા પુરી કરવાની વિધિ કરવાના બહાને એક યુવતીને અવાવરું જગ્યાએ બોલાવી તેની સાથે શારીરિક અડપલાં કરી ગુનો કરતા પોલીસે આ પાખંડીને ઝડપી પાડ્યો છે. તાપી જિલ્લાના ડોલવણ પોલીસ સ્ટેશનમાં એક 23 વર્ષીય યુવતીએ એક પાખંડી વિરુદ્ધ શારીરિક અડપલાંની ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. 

આરોપી પાખંડી ભુવો વજેસિંગ ઉર્ફે મદન ચૌધરી વિરુદ્ધ અવાવરું જગ્યા એ લઈ જઈ યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હતા જેમાં પોલીસે આ પાખંડી ભુવા ને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે પોલીસ તપાસમાં હાલ માતાજીના ભુવાના નામે આરોપીએ માનતા પુરી કરવા વિધિ કરવાના બહાને યુવતી સાથે શારીરિક છેડતી કરી હોવાનું બહાર આવતા પોલીસે તેને ઝડપી લઈ અન્ય કોઈ મહિલા કે યુવતી આ પાખંડીનો ભોગ બની છે કે નહીં એ દિશામાં તપાસ શરૂ કરી છે. 

ડબલ મર્ડર કેસનો આરોપી અમદાવાદમાંથી ઝડપાયો
ભાવનગરના ચકચારી ડબલ મર્ડર કેસ (Bhavnagar double murder case)નો આરોપી કરીમ શેરઅલી અમદાવાદમાંથી ઝડપાઈ ગયો છે.  ચોક્કસ બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે હત્યારા કરીમ શેરઅલીને અમદાવાદમાંથી ઉઠાવી લીધો, જેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ભાવનગરના ડબલ મર્ડર કેસના આ આરોપીએ 52 દિવસ પૂર્વે સવાઈગરની શેરીમાં માતા-પુત્રી પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરી હતી. 

હત્યારા કરીમ શેરઅલીએ ફરિયાલબેન અને તેમના માતા ફરીદાબેન ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં બન્નેનું મોત થયુ હતું. સવાઈગરની શેરીમાં દોઢ માસ પૂર્વે સિમેન્ટ-રેતી લઈ લેવા જેવી નજીવી બાબતમાં એક શખ્સે માતા-પુત્રી ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ  બનાવમાં સારવાર લઈ રહેલા માતા-પુત્રીએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દેતા ચકચાર મચાવનારી આ ઘટના ડબલ મર્ડર (Bhavnagar double murder case) માં પરિણમી હતી. ક્રાઇમ બ્રાંચ હત્યારા કરીમ શેરઅલીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવશે.  

ટોપ સ્ટોરી

Winter: ગુજરાતમાં ઠંડીનું જોર વધવાની આગાહી, આગામી 3 દિવસમાં તાપમાન 3 ડિગ્રી સુધી ગગડશે

Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો

'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન

'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર

વિડિઓઝ

Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન
Sardar Sarovar Dam: સરદાર સરોવર ડેમ મુદ્દે ચાર રાજ્યના વિવાદ પર મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : ગૌશાળાને ક્યારે ચૂકવશો સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂની જેમ જ ડ્રગ્સનો ગૃહ ઉદ્યોગ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ

Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર

Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો

IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ

Electric Vehicle Sales: પેટ્રૉલ-ડીઝલ છોડી EVs પર તૂટી પડ્યા ગ્રાહકો, Festive Salesમાં 69%નો ઉછાળો

Embed widget