Tapi Accident: તાપીના પર્વત વિસ્તારમાં બૉલરો પિકઅપને નડ્યો ગંભીર અકસ્માત, 3ના મોત
આજે તાપી જિલ્લાના પર્વત વિસ્તારમાં આજે એક બૉલરે પિકઅપને મહારાષ્ટ્રના નંદુરબારના ચંદસહેલી ઘાટમાં અકસ્માત નડ્યો છે
Tapi Accident: તાપી જિલ્લામાં ભયંકર અકસ્માતની ઘટના ઘટી છે, તાપી જિલ્લાને અડીને આવેલા સાતપુડા પર્વત વિસ્તારમાં આજે એક બૉલેરો પીકઅપને ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં 3 લોકોના મોત થયા છે.
અકસ્માતની ઘટના એવી છે કે, આજે સવારે તાપી જિલ્લાના પર્વત વિસ્તારમાં આજે એક બૉલરે પિકઅપને મહારાષ્ટ્રના નંદુરબારના ચંદસહેલી ઘાટમાં અકસ્માત નડ્યો છે, અહીં પિકઅપમાં સવાર 6 મુસાફરોમાંથી 3 મુસાફરના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના તલોદા પોલીસે આ અકસ્માત અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Tapi: 50 વર્ષમાં પહેલીવાર કોઇ મંત્રીએ ગુજરાતના આ ગામની લીધી મુલાકાત, વીજળીની પણ નથી સુવિધા
તાપી: જિલ્લામાં ગુજરાત મંત્રી મુકેશ પટેલ પ્રભારી બન્યા પછી ગામડાઓની પરિસ્થિતિ વિશે ખ્યાલ મેળવી દરેક ગામ પ્રાથમિક સુવિધાથી વંચિત ન રહે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. તાપીમાં કુકરમુંડામાં આવેલા જુનાબેજ ગામની મુલાકાતે મંત્રી મુકેશ પટેલ પહોંચ્યા હતા. જુનાબેજ ગામ જે ૧૯૬૮ થી ઉકાઇ ડેમના ડુબાણ વિસ્તારમાં સમાવિષ્ઠ ગામનાં ૪૮ પરિવારો હયાત વસવાટ કરે છે પણ ત્યાં આજ દીન સુધી વીજળીની વ્યવસ્થા નથી.
તાપી જિલ્લાના વિકાસ માટે મંત્રી મુકેશ પટેલ અવિરત કાર્ય કરી રહ્યા છે.આજે તાપી જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલ કુકરમુંડા તાલુકાના જુનાબેજ ગામની મુલાકાતે હતાં. જુનાબેજ ગામ જે ૧૯૬૮ થી ઉકાઇ ડેમના ડુબાણ વિસ્તારમાં સમાવિષ્ટ થાય છે ત્યારે આ ગામમા ૪૮ પરિવારો અત્યારે વસવાટ કરી રહ્યાં છે. જુનાબેજ ગામમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ છે.
ગૂજરાત મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મુકેશ પટેલે ઓચિંતી આ ગામની મુલાકાત લીધી હતી. જેમાં ગામ લોકોને જે પાયાની જરૂરિયાતો છે. શિક્ષણ, આરોગ્યને લગતા પ્રશ્નો વિશે ચર્ચા કરી જે તે અઘિકારીઓને દીશા નિર્દેશ કર્યા હતાં. ગામની પાયાની જરૂરિયાતો જલ્દી મળી રહે એ માટે ગામના પરિવારો સાથે પોતે સ્થળ મુલાકાત લઈ ખરેખર સાચી હકીકત જાણી હતી. જેથી ગ્રામજનોને પડતી તકલીફો તાત્કાલિક દુર થાય અને ગામમાં વિકાસ કાર્યોને વેગ મળે એ માટે સંલગ્ન અધિકારીઓને દિશા નિર્દેશ આપી ગામના વિકાસમાં સહયોગ આપવા જણાવ્યું. ગામને દરેક પ્રકારની પ્રાથમિક સુવિધાથી સજ્જ કરાવિશ તેવી વાત મુકેશ પટેલે કરી હતી.