શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ટિકટોક વીડિયોને લઈને થરાદ DySPએ બહાર પાડ્યું જાહેરનામું, જાણો વિગત
રાજ્યમાં છેલ્લા ધણા સમયથી પોલીસ કર્મચારીઓના ટિકટોક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. રાજકોટમાં ટિકટોક વીડિયો મામલે તપાસ બાદ બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.
થરાદ: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ કર્મચારીઓના ટિકટોક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેને લઈને પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. વાયરલ થઈ રહેલા વીડિયો મામલે બનાસકાંઠાના થરાદમાં પોલીસ અધિક્ષકે કડક વલણ અપનાવ્યું છે. થરાદના ડીવાયએસપીએ એક પરિપત્ર જાહેર કરી કોઈપણ પોલીસ કર્મીએ વર્દીમાં અને પોલીસ વાહનનો ઉપયોગ કરી કોઈ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
રાજ્યમાં છેલ્લા ધણા સમયથી પોલીસ કર્મચારીઓના ટિકટોક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ટિકટોક વીડિયો વાયરલ થયા બાદ મહેસાણા પોલીસ કોન્સટેબલને સસ્પેન્ડ કર્ય બાદ રાજકોટમાં પણ ટિકટોક વીડિયો મામલે તપાસ બાદ બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion