શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં આગામી 48 કલાક બાદ સત્તાવાર રીતે બેસશે ચોમાસું, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 48 કલાક બાદ વિધિવત રીતે ચોમાસુ બેસશે. 15 અને 16 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગાંધીનગર: રાજ્યમાં આગામી 48 કલાક બાદ વિધિવત રીતે ચોમાસુ બેસશે. 15 અને 16 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદભવતા અસર થશે. જેના કારણે પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે.
બનાસકાંઠા, મહેસાણા સાબરકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે, તો સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી, કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે.
આગામી 48 કલાકમાં ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેસશે. રાજ્યમાં ચોમાસાની સમય કરતાં વહેલી શરૂઆત થશે. આગામી 5 દિવસ સુધી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડશે. 15 અને 16 જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે.
અમદાવાદમાં પણ ઝડપી પવન અને ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે. અરબી સમુદ્રમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદભવતા અસર થશે. જેના કારણે પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement