શોધખોળ કરો
Advertisement
તાપી: વ્યારામાં વૃદ્ધને બંધક બનાવી 10 લાખની લૂંટ, પોલીસે શરૂ કરી તપાસ
વ્યારામાં 87 વર્ષના વૃધ્ધને બંધક બનાવી 10 લાખની લૂંટ કરવામાં આવી છે. વૃદ્ધને માથામાં બોથડ પદાર્થનો માર મારી લૂંટ ચલાવી હતી.
તાપી: વ્યારામાં 87 વર્ષના વૃધ્ધને બંધક બનાવી 10 લાખની લૂંટ કરવામાં આવી છે. વૃદ્ધને માથામાં બોથડ પદાર્થનો માર મારી લૂંટ ચલાવી હતી. વ્યારાના કાનપુરા વિસ્તારમાં એકલવાયું જીવન જીવતા વૃધ્ધના ઘરે લૂંટ થઈ છે. દિવસે 20 થી 30 વર્ષના અજાણ્યા શખ્સોએ લૂંટ કરી છે. તાપી એલસીબી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આસપાસના સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
વ્યારામાં રહેતા વૃદ્ધ જ્યારે ઘરમાં એકલા હતા ત્યારે 3 અજાણ્યા શખ્સોએ તેમને બંધક બનાવી માથામાં બોથડ પદાર્થ વડે માર મારી દોરીથી બાંધી લૂંટ ચલાવી હતી. કબાટમાં રહેલા રૂપિયા 10 લાખની લૂંટ ચલાવી હતી.
તાપી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારમાં આવેલા સીસીટીવીની તપાસ શરૂ કરવામાં આવી છે. તાપી એલસીબી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement