શોધખોળ કરો

Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત

અમરેલીના લીલીયા તાલુકાના ગુંદરણ ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો

અમરેલીના લીલીયા તાલુકાના ગુંદરણ ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, રાતના સમયે આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ગંભીર દુર્ઘટના બની હતી. એક બાળક સહિત 3 પરપ્રાંતીયોના ઘટનાસ્થળે મોત થયા હતા. એક બાઈક પર ચાર પરપ્રાંતીયો જઈ રહ્યા હતા ત્યારે  આઇશર ટ્રક પાછળ બાઈક ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર એક બાળક સહિત 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી ઇજાગ્રસ્તને લીલીયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.  મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તેમજ ઓળખ અંગેની કાર્યવાહી શરૂ કરી હતી. 

આ દુર્ઘટનામાં 2 યુવાનો અને માત્ર 6 વર્ષના એક માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. મૃતકો ઢાંગલા ગામના કાંતિ ગોબર વિરડીયાની વાડીએ ભાગ્યા તરીકે કામ કરતા પરપ્રાંતીય ખેતમજૂરો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે આસપાસના ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. 

અમરેલીમાં બીજી એક દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા. અમરેલીમાં સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. નોકરીથી ઘરે પરત ફરતા બે યુવકોને અકસ્માત નડ્યો હતો. નાગેશ્રી ગામના બે યુવકોના અકસ્માતમાં મોત થયા હતા. 

સુરતમાં બે અકસ્માત

સુરતના ઉધનામાં BRTS રૂટમાં ટેમ્પા અને બસ વચ્ચે અકસ્માત થયો હતો. પ્રતિબંધ છતા BRTS રૂટમાં ચાલકે ટેમ્પો હંકારી અકસ્માત કર્યો હતો. અકસ્માતમાં ટેમ્પા ચાલકને ઈજા પહોંચી હતી. અકસ્માતમાં BRTS બસને પણ નુકસાન થયું છે.  સુરતમાં બીજી એક દુર્ઘટનામાં SMCના ડમ્પરે એક વ્યક્તિનો ભોગ  લીધો હતો. ઉધના વિનાયક નગર પર SMCના ડમ્પરની અડફેટે મોપેડ ચાલકનું મોત થયું હતું.        અકસ્માત બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. પાંડેસરા પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી હતી. 

વડોદરામાં પણ રફતારનો કહેર જોવા મળ્યો હતો. લકડીપુલ નજીક બાઈક ચાલકે બે યુવતીને ટક્કર મારી હતી. એક યુવતીની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી.      

ટોપ સ્ટોરી

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન
Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget