શોધખોળ કરો

Gujarat Rain: ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, યલો એલર્ટ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 

છેલ્લા ઘણા સમયથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્રણ વરસાદી સિસ્ટમ અને 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ હોવાથી હવામાન વિભાગે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કમોસમી વરસાદ સાથે ભારે પવન અને આંધીની આગાહી.
  • અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે વરસાદ.
  • કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના.

ગાંધીનગર: છેલ્લા ઘણા સમયથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્રણ વરસાદી સિસ્ટમ અને 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ હોવાથી હવામાન વિભાગે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.  હવામાન વિભાગ અનુસાર,  આંધી તોફાન સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. આજે અમદાવાદ શહેરમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.  રાજ્યમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી  છે. 

આજે કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગ મુજબ,  રાજ્યમાં આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.  3 વરસાદી સિસ્ટમ અને 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે.  કેટલાક જિલ્લામાં યલો એલર્ટ સાથે છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.  કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે.          

આ સિવાય સાબરકાંઠા, અરવલ્લી, ગીર સોમનાથમાં પણ કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. પંચમહાલ, મહીસાગરમાં  કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.  દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદામાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે છુટાછવાયા સ્થળો પર સામાન્યથી લઈ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.    

હવામાન વિભાગે આજે દ્વારકા, જામનગર, રાજકરોટ, મોરબીમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.  આંધી તોફાન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવી શકે છે. ભારે તોફાન સાથે અનેક જિલ્લાઓમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

દેશના અનેક રાજ્યોમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી

હવામાન વિભાગ (IMD) અનુસાર, 7 એપ્રિલે દેશભરમાં હવામાનમાં પલટો આવશે.  પશ્ચિમી વિક્ષેપ, ચક્રવાતી પરિભ્રમણ અને વિવિધ હવામાન પ્રણાલીઓ સક્રિય છે. દેશના અનેક રાજ્યોમાં ભારે પવન સાથે  વરસાદ, વાવાઝોડા અને કરા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પશ્ચિમી વિક્ષેપની અસર ઉત્તર ભારતમાં અનુભવાશે, જે હળવોથી મધ્યમ વરસાદ, બરફવર્ષા અને કરા પડી શકે છે. ઉત્તરપૂર્વીય રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

મધ્ય અને દક્ષિણ ભારતમાં વાવાઝોડા અને ભારે પવન સાથે હળવો વરસાદ પણ થવાની સંભાવના છે. ઘણી જગ્યાએ પવનની ગતિ 30 થી 50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં તે 60 થી 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. 

હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે જમ્મુ અને કાશ્મીર પર સક્રિય પશ્ચિમી વિક્ષેપ સમુદ્ર નજીક રચાયેલી સિસ્ટમ હવામાનને અસર કરી રહી છે. વધુમાં, બંગાળની ખાડી અને દેશના કેટલાક ભાગોમાં ચક્રવાતી સિસ્ટમો પણ વરસાદ અને તીવ્ર પવનોમાં વધારો કરી રહી છે.

ટોપ સ્ટોરી

Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
Embed widget