Gujarat Rain: રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય, આજે આ જિલ્લામાં ભારે વરસાદનું 'રેડ એલર્ટ'
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ રાજ્યમાં લો પ્રેશર, મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી આગામી કલાકોમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

- કચ્છ, દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.
- લો પ્રેશર સક્રિય થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાશે.
- રાજ્યના ૨૦૬ ડેમ ૬૭.૨૮% ભરાયા, સરદાર સરોવર ૯૫.૧૬% છે.
- ૧૦% વરસાદની ઘટ છતાં, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના.
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી જ કચ્છ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ રાજ્યમાં લો પ્રેશર, મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી આગામી કલાકોમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે ખાસ કરીને કચ્છમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય હવામાન વિભાગે દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
આજે કચ્છમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગ મુજબ આજે કચ્છમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા સહિતની સ્થિતિ સર્જાઈ શકે છે. જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દિવમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. સ્થાનિક તંત્ર દ્વારા પણ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ
રાજ્યના અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. વરસાદી માહોલના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતા છે. ભારે વરસાદ અને દરિયાઈ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. વરસાદની સિસ્ટમ સક્રિય હોવા છતાં રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતા આશરે 10 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આગામી દિવસોમાં સક્રિય વરસાદી સિસ્ટમના કારણે વરસાદની ઘટમાં ઘટાડો થવાની શક્યતા છે.
ગુજરાતના 206 ડેમોમાં હાલમાં કુલ સંગ્રહ ક્ષમતાના 67.28 ટકા એટલે કે 3,75,330 એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે, જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 95.16 ટકા ભરાઈ ચૂક્યો છે. જળસંપત્તિ વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ, રાજ્યના 35 ડેમોને હાઈએલર્ટ, 16ને એલર્ટ અને 8 ડેમોને વોર્નિંગ સિગ્નલ પર મુકવામાં આવ્યા છે.
આ પણ વાંચો- Gujarat Dams: રાજ્યના 35 ડેમ હાઈએલર્ટ પર, 21 ડેમ થયા ઓવરફ્લો, સરદાર સરોવર છલકાવાની તૈયારીમાં
વિગતવાર આંકડાઓ અનુસાર, 24 કલાકના સમયગાળામાં અંજાર ઉપરાંત ભાવનગરના વલ્લભીપુરમાં 6.1 ઈંચ, જામનગરમાં 5.59 ઈંચ, બોરસદમાં 5.51 ઈંચ અને ઉનામાં 5.43 ઈંચ વરસાદ પડ્યો છે.
Before You Go
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય






















