શોધખોળ કરો

Gujarat Rain: રાત્રે આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Rain Alert: બનાસકાંઠાથી ભાવનગર સુધી મધ્યમ વરસાદ, જ્યારે પાટણથી કચ્છ સુધી હળવા વરસાદની આગાહી.

Gujarat Weather: ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે નાઉકાસ્ટ (તાત્કાલિક આગાહી) જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

મધ્યમ વરસાદની આગાહી ધરાવતા વિસ્તારો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે.

હળવા વરસાદની આગાહી ધરાવતા વિસ્તારો

આ ઉપરાંત, રાજ્યના અન્ય ઘણા જિલ્લાઓમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છ નો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં કે હળવો વરસાદ પડી શકે છે.

ચોમાસાની આ શરૂઆત ગુજરાતના ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતરૂપ સાબિત થશે તેવી આશા છે. જોકે, ગાજવીજ સાથેના વરસાદમાં સલામત રહેવા અને જરૂરી સાવચેતી રાખવા માટે પણ હવામાન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

આગામી બે દિવસ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે: 48 કલાક બાદ તીવ્રતા વધવાની શક્યતા

રાજ્યમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે, શરૂઆતના ત્રણ દિવસ, એટલે કે આજથી રવિવાર સુધી વરસાદનું જોર ઓછું રહેશે. આગામી 48 કલાક બાદ વરસાદની તીવ્રતામાં સામાન્ય વધારો થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની સંભાવનાને પગલે, આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવી છે. હાલમાં કુલ બે સિસ્ટમ સક્રિય હોવાનું જણાયું છે. જેમાં આગામી બે દિવસ બાદ ઝારખંડમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઉત્તર ગુજરાત તરફથી પસાર થઈ રહેલી ટ્રફ લાઇન પણ વરસાદ માટે જવાબદાર પરિબળો છે.

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્ર પર આકાશી આફત: દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન
સૌરાષ્ટ્ર પર આકાશી આફત: દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન
Weather : ગુજરાતમાં હજુ 24 કલાક કમોસમી વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં માવઠાની ચેતવણી
Weather : ગુજરાતમાં હજુ 24 કલાક કમોસમી વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં માવઠાની ચેતવણી
PM મોદીએ એકતાનગરને આપી 400 કરોડથી વધુની ભેટ, હોટેલ, રેનફોરેસ્ટ અને ઈકો ટ્રેલ સહિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન
PM મોદીએ એકતાનગરને આપી 400 કરોડથી વધુની ભેટ, હોટેલ, રેનફોરેસ્ટ અને ઈકો ટ્રેલ સહિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન
PM Modi Gujarat Visit Live: એકતા દિવસના અવસરે, PM મોદી SOU પહોચ્યાં, પ્રવાસનો બીજો દિવસ, જાણો અપડેટ્સ
PM Modi Gujarat Visit Live: એકતા દિવસના અવસરે, PM મોદી SOU પહોચ્યાં, પ્રવાસનો બીજો દિવસ, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Gandhinagar Protest News: ગાંધીનગરમાં વન કર્મચારીઓનો વિરોધ, ગ્રેડ પે સહિત 5 પડતર પ્રશ્નોનો ઉકેલ ક્યારે?
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી: હવામાન વિભાગ
PM Modi In Kevadia: નર્મદાને PM મોદીની વિકાસકાર્યોની ભેટ , એકતાનગરમાં ₹400 કરોડનાં કામોનું લોકાર્પણ
Sardar Patel Jayanti 2026: PM મોદીએ સરદાર પટેલને અર્પણ કરી પુષ્પાંજલિ
ISRO NVS-03 Launched: ISROની વધુ એક ઐતિહાસિક સિદ્ધિ, NVS-03 સેટેલાઇટનું સફળ લોન્ચિંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્ર પર આકાશી આફત: દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન
સૌરાષ્ટ્ર પર આકાશી આફત: દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન
આવતીકાલનું હવામાન: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 13 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાન: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 13 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી
નવેમ્બર 2026માં બેંકો 16 દિવસ બંધ રહેશે: દિવાળી અને છઠ પૂજાની રજાઓનું સંપૂર્ણ લિસ્ટ
નવેમ્બર 2026માં બેંકો 16 દિવસ બંધ રહેશે: દિવાળી અને છઠ પૂજાની રજાઓનું સંપૂર્ણ લિસ્ટ
Weather : ગુજરાતમાં હજુ 24 કલાક કમોસમી વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં માવઠાની ચેતવણી
Weather : ગુજરાતમાં હજુ 24 કલાક કમોસમી વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં માવઠાની ચેતવણી
NZ વનડે શ્રેણી માટે ફરી ટીમ ઈન્ડિયામાં ફેરફાર, BCCI એ પ્રસિદ્ધ ક્રિષ્નાના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
NZ વનડે શ્રેણી માટે ફરી ટીમ ઈન્ડિયામાં ફેરફાર, BCCI એ પ્રસિદ્ધ ક્રિષ્નાના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
PM મોદીએ એકતાનગરને આપી 400 કરોડથી વધુની ભેટ, હોટેલ, રેનફોરેસ્ટ અને ઈકો ટ્રેલ સહિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન
PM મોદીએ એકતાનગરને આપી 400 કરોડથી વધુની ભેટ, હોટેલ, રેનફોરેસ્ટ અને ઈકો ટ્રેલ સહિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન
કેન્દ્રનો મોટો નિર્ણય: DR વધીને 63% થયો, જાણો OPS-UPS પેન્શનમાં દર મહિને કેટલો વધારો થશે?
કેન્દ્રનો મોટો નિર્ણય: DR વધીને 63% થયો, જાણો OPS-UPS પેન્શનમાં દર મહિને કેટલો વધારો થશે?
8મું પગાર પંચઃ 7% ઇન્ક્રીમેન્ટની દરખાસ્ત મંજૂર થશે તો લેવલ 9, 10 અને 11 ના કર્મચારીઓનો કેટલો વધશે પગાર?
8મું પગાર પંચઃ 7% ઇન્ક્રીમેન્ટની દરખાસ્ત મંજૂર થશે તો લેવલ 9, 10 અને 11 ના કર્મચારીઓનો કેટલો વધશે પગાર?
Embed widget