શોધખોળ કરો

Gujarat Rain: આગામી છ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.  આગામી  છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

અમદાવાદ: રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.  આગામી  છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  હવામાન વિભાગ મુજબ આજે સૌરાષ્ટ્રના છ જિલ્લા, મધ્ય ગુજરાતમાં પાંચ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

15 જૂન આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે

જ્યારે આવતીકાલે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ તરફ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ કાલે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં 15 જૂન આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે.  

ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, અરબ સાગરમાં બની રહેલી સિસ્ટમની મુવમેન્ટ થવાનું ચાલુ થયું છે હાલ મજબૂત લો પ્રેશર છે આગળ જતા ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. ગુજરાતની અંદર અનેક જગ્યાએ ભારે વરસાદ પણ પડશે અને પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. જેથી સૌથી વધારે અસર  દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે તેમ પરેશ ગોસ્વામીએ કહ્યું છે. 

આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એકાદ બે જિલ્લાને છોડીને વરસાદની શક્યયા નહિવત છે. આગામી દિવસોમાં છૂટછવાયો દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ વરસી શકે છે.  નવસારી, વલસાડ ડાંગ નર્મદા તાપી ભરૂચ દમણ દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે.

ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર અમરેલી, સોમાનાથ હળવો વરસાદ થઇ શકે છે. વડોદરા, ખેડા આણંદ અમદાવાદ જિલ્લાના એકાદ ગામમાં છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે. કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, બોટાદ, પોરબંદર, મોરબી રાજકોટ અને જામનગરામાં વરસાદની કોઇ આગાહી નથી.

પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે, અરબી સમુદ્રમાં બની રહેલી આ સિસ્ટમ મહારાષ્ટ્રથી મધ્ય પ્રદેશ તરફ આગળ વધશે. જેના પરિણામે, 16થી 20 જૂન સુધી  ગુજરાતના નવસારી, વલસાડ, વાપી, ડાંગ,દાહોદ અને છોટા ઉદેપુર જેવા જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. 18થી 22મી જૂન સુધી ચોમાસું બેસે તેવી શક્યતા છે. રાજ્યમાં તાપમાન ઊંચકાઈ રહ્યું છે અને ભેજ ઘટી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હજુ પણ છૂટાછવાયા ઝાપટાં ચાલુ રહી શકે છે. 

ટોપ સ્ટોરી

દૂષિત પાણીએ અમારા ગામમાં 21 લોકોનો લીધો જીવ, 100થી વધુ લોકોને કેન્સર, કોઇ નથી સાંભળતું: ગ્રામજનની વ્યથા
દૂષિત પાણીએ અમારા ગામમાં 21 લોકોનો લીધો જીવ, 100થી વધુ લોકોને કેન્સર, કોઇ નથી સાંભળતું: ગ્રામજનની વ્યથા
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

વિડિઓઝ

Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન
Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
Embed widget