શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ જિલ્લામાં આજે એકસાથે 6 લોકોએ કોરોનાને આપી મ્હાત, જાણો વિગત
સુરેન્દ્રનગરમાં સરકારની ગાઈડ લાઈન મુજબ સ્વસ્થ થતાં 10 દિવસ બાદ 6 દર્દીઓને રજા આપવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની સંખ્યા 76 છે.
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, બીજી તરફ મોટી સંખ્યામાં લોકો સ્વસ્થ પણ થઈ રહ્યા છે. ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં 6 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. સુરેન્દ્રનગરમાં સરકારની ગાઈડ લાઈન મુજબ સ્વસ્થ થતાં 10 દિવસ બાદ 6 દર્દીઓને રજા આપવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની સંખ્યા 76 છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. લીંબડી તાલુકાના ગેડી ગામે રહેતા તાલુકા પંચાયતના ૫૦ વર્ષીય ઉપપ્રમુખને કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીને સારવાર અર્થે સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 511 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 29 દર્દીઓના મોત થયા છે. ગઈ કાલે 442 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 23590 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1478 પર પહોંચ્યો છે.
ગઈ કાલે નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 334, સુરતમાં 76, વડોદરામાં 42, સુરેન્દ્રનગર 9, ગાંધીનગર 8, અરવલ્લી 6, ભરૂચ, 6, ભાવનગર 3, મહીસાગર 3, આણંદ 3, અમરેલી 3, મહેસાણા-2, સાબરકાંઠા 2, પાટણ 2, ખેડા 2, બનાસકાંઠા 1, રાજકોટ 1, પંચમહાલ 1, બોટાદ 1, નર્મદા 1 અને અન્ય રાજ્ય 5 કેસ નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement