શોધખોળ કરો

સાપુતારા નજીક ત્રિપલ અકસ્માત, લોકોએ કેરીની ચલાવી લૂંટ

ડાંગ: સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર વરસાદને પગલે માર્ગ ઉપર માટી આવી જતા અકસ્માત સર્જાયો છે. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની નથી થઈ પરંતુ લોકોએ કેરીની લૂંટ ચલાવતા નુકસાની થઈ છે.

ડાંગ: સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર વરસાદને પગલે માર્ગ ઉપર માટી આવી જતા અકસ્માત સર્જાયો છે. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની નથી થઈ પરંતુ લોકોએ કેરીની લૂંટ ચલાવતા નુકસાની થઈ છે. માલેગાંવ નજીક વળાંક ઉપર માર્ગ ચીકણો બનતા ડ્રાઇવરે વાહન પર કાબુ ગુમાવ્યો હતો. વાહન ચાલકોએ સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા એક જ સ્થળે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં કેરીનો જથ્થો ભરી જઈ રહેલ ટ્રક ઊંડી ખીણમાં ખાબકતા ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો હતો જ્યારે કેરીનો જથ્થો ખીણમાં વેરવિખેર થઈ જતા આવતા જતા લોકોએ કેરીની લૂંટ ચલાવી હતી. અકસ્માતમાં ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો અને સામાન્ય ઇજા થઈ હતી. જોકે કેરી લૂંટાઈ જતા મોટું નુકસાન થયું હતું.

ગુજરાતના આ શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, બે કોમ વચ્ચે પથ્થરમારો, પોલીસના ધાડેધાડા ઉતર્યા
આણંદ: બોરસદ શહેરમાં રાત્રિ દરમ્યાન ભારે પથ્થરમારો થતા વાતાવરણ તંગ બન્યું હતું. શહેરના બ્રાહ્મણવાળા વિસ્તારમાં બે કોમ વચ્ચે પથ્થરમારો થયો હતો. સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે 50 જેટલા ટિયરગેસ છોડ્યા હતા. આ ઉપરાંત 30 જેટલી રબર બુલેટનું ફાયરિંગ પણ કર્યું હતું. આ પથ્થરમારામાં 4 વ્યક્તિને ઇજા પહોંચી છે, જેમાં એક પોલીસ કર્મી પણ સામેલ છે. એક વ્યક્તિને પેટમાં છરી વાગતા ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત પોલીસને બરોડા સારવાર માટે ખસેડાયો છે.

રાત્રે 1 વાગ્યાના અરસામાં શરૂ થયેલ પથ્થરમારો 2 કલાક સુધી ચાલ્યો હતો. હનુમાન મંદિર પાસે સ્થાનિક નાગરિક પર ચપ્પાથી હુમલો થયા બાદ વિવાદ વધ્યો હતો અને મામલો પથ્થરમારા સુધી પહોંચી ગયો હતો. મામલાએ ગભીર સ્વરૂપ ધારણ કરતા પોલીસના ધાડેધાડા ઉતર્યા હતા. Sp, dysp સહિત સ્થાનિક પોલીસની ટુકડીઓ બોરસદમાં પહોંચી ગઈ હતી. ઓળખ ન થયા તે માટે શહેરના દેરાસર પાસે લગાવેલ CCTVને પણ તોફાની ટોળાએ નુકશાન પહોંચાડ્યું હતું. પરિસ્થિતિ વધુ ન વણશે તે માટે એસઆરપીની બે કંપનીને બંદોબસ્તમાં ડિપ્લોય કરવામાં આવી છે. જો કે, મળતી માહિતી પ્રમાણે રાત્રિ દરમ્યાન થયેલ પથ્થરમારો પૂર્વ આયોજિત હોવાની ચર્ચા ચાલી રહી છે. હાલમાં બોરસદમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. હાલમાં 14 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી છે.

મુર્શિદાબાદના રેજિનગરમાં તણાવ, પ્રદર્શનકારીઓ પથ્થરમારો કર્યો, પોલીસે ટીયર ગેસ છોડ્યા

Fresh Violcence in Murshidabad: પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદના રેજિનગર (Murshidabad Violcence)માં તે સમયે તણાવ ફેલાઇ ગયો, જ્યારે પોલીસે પેગમ્બર મોહમ્મદ (Prophet Muhammad Remarks Protest)ના મુદ્દા પર વિરોધ રેલીનુ આયોજન કરી રહેલી ભીડને હટાવવા માટે કોશિશ કરી. સ્થિતિ ત્યારે વધુ ખરાબ થઇ ગઇ, જ્યારે પોલીસે ટીયર ગેસ છોડ્યા, જવાબમાં પ્રદર્શનકારીઓએ પોલીસ દળ પર પથ્થરમારો કર્યો હતો. કથિત રીતે પોલીસ પર બમ પણ ફેંકવામાં આવ્યા.

રાષ્ટ્રીય રાજમાર્ગ 34 પર અત્યાર સુધી બેલડાંગાથી રેજિનગરની વચ્ચે ટ્રાફિક એકદમ જામ કરી દેવામાં આવ્યો છે.વળી બીજીબાજુ બંગાળના રાજ્યપાલે શાંતિ જાળવી રાખવીનો સંદેશ આપ્યો છે, અને રાજ્ય પ્રશાસનથી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનુ કહ્યું છે. પશ્ચિમ બંગાળ સરકારે શનિવારે હાવડા હિંસા બાદ ભ્રામક માહિતા પ્રસારને રોકવા માટે મુર્શિદાબાદ જિલ્લાના કેટલાક ભાગોમાં ઇન્ટરનેટ સેવાઓને 14 જૂન સુધી ઠપ્પ કરી દીધી છે. જ્યાં પહેલાથી આ પ્રકારની પાબંદીઓ લાગુ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget